top
સુરેન્દ્રનગરના વિરાસત લોકમેળાના રાત્રિના ડ્રોન દ્રશ્યો આવ્યા સામે:મેળામાં ઉમટ્યું અભૂતપૂર્વ માનવ મહેરામણ; 7 સપ્ટેમ્બર સુધી ચાલશે આયોજન
સુરેન્દ્રનગર ખાતે જન્માષ્ટમી નિમિત્તે 'વિરાસત લોકમેળા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં રાત્રિના સમયે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જેના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ મેળો 7 સપ્ટેમ્બર (એકાદશી) સુધી ચાલશે. આ ઉપરાંત, વઢવાણ ખાતે 'ધરોહર લોકમેળા'નું પણ આયોજન કરાયું છે. 'સુરેન્દ્રનગર વિરાસત લોકમેળા'નો પ્રારંભ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે થયો હતો. દૂધરેજ વડવાળા મંદિરના કોઠારી પૂજ્ય મુકુન્દરાય સ્વામીએ આશીર્વચન આપ્યા હતા. આ પ્રસંગે મેયર, પદાધિકારીઓ અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. મેળો એ લોકસંસ્કૃતિ, કળા અને પરંપરાઓને નવી પેઢી સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે. તે નાના વેપારીઓ માટે રોજગારી અને પરિવારો માટે સામાજિક આનંદનું સંગમ સ્થાન પણ છે. લોકમેળા દરમિયાન દરરોજ રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં રાસ-ગરબા, કચ્છી ફોક, પઢાર નૃત્ય, સીદી ધમાલ, લોકડાયરા અને સુરસમ્રાટ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
Read full article on Divya Bhaskar