politics
સુરતમાં ધોળા દા'ડે જામી દારુની મહેફિલ
દારુબંધીની કડક અમલવારી વચ્ચે વધુ એક વખત કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતો કથિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. દાવા પ્રમાણે સરથાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક દુકાનની અંદર કેટલાક મિત્રો દારુ પાર્ટી કરતા જોવા મળ્યા હતા. મહત્વનું છે કે આ દુકાનની નજીકમાં જ સ્કૂલ આવેલી છે. ત્યારે આ પ્રકારે જાહેરમાં દારુની મોજ માણતા કેટલાક શખ્સો કેમેરામાં કેદ થતાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જો કે આ વીડિયો ક્યારનો છે અને વીડિયોમાં દેખાઈ રહેલા લોકો કોણ છે તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. પરંતુ પોલીસની કામગીરી સામે ચોક્કસ સવાલ ઊભા થઈ રહ્યા છે.
Read full article on News18 Gujarati