top
સુરતમાં કપાસ મંડળીમાં 50 લાખથી વધુની ગેરરીતિ? સભાસદોએ હોબાળો મચાવ્યો
સુરત જિલ્લાના ઓલપાડમાં કપાસ વેચાણ કરતી સહકારી મંડળીની જનરલ સભા તોફાની બની હતી. સભા શરૂ થયાની ગણતરીની મિનિટોમાં જ સભાસદોએ હોબાળો મચાવ્યો અને મંડળીના વહીવટમાં લાખો રૂપિયાની ગેરરીતિ થઈ હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા. ઓલપાડની ધી સોંસક ગ્રુપ કો-ઓપરેટિવ કોટન સેલ સોસાયટીની જનરલ સભામાં કેટલાક સભાસદોએ નાણાકીય વહીવટ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા, એટલું જ નહીં, સરકાર તરફથી નિયુક્ત સમિતિ સમક્ષ કથિત કૌભાંડની વિગતો રજૂ કરવામાં આવતા જવાબદાર લોકોમાં પણ દોડધામ મચી ગઈ. મેનેજર સહિત ત્રણ કર્મચારીઓએ 50 લાખ રૂપિયાથી વધુની કથિત ગોબાચારી કર્યાનો આક્ષેપ છે.
Read full article on News18 Gujarati