crime
સુરતમાં ટ્રકે બાઇકસવારને મારી ટક્કર, ભયંકર વીડિયો આવ્યો સામે
સુરતના કડોદરા પાસે હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. પૂરપાટ ઝડપે દોડી રહેલા એક ટ્રક ચાલકે બાઈક સવારને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર બાદ બાઈક ટ્રકના ટાયરમાં ફસાઈ ગયું હતું અને ટ્રકચાલક બાઈકને લાંબા અંતર સુધી ઘસડી ગયો હતો. પ્રાથમિક જાણકારી પ્રમાણે હિટ એન્ડ રનની આ ઘટનામાં બાઈક સવારને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પોલીસે હાલ નંબર પ્લેટના આધારે ટ્રક ચાલકને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.
Read full article on News18 Gujarati