Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

સુરતના જ્વેલર્સમાં બુરખાધારી મહિલા ગેંગની હાથસફાઈ:ગ્રાહકના સ્વાંગમાં કારીગરને વાતોમાં ભોળવ્યો, નજર ચૂકતા જ 275 નંગ જડ અને 50 નંગ નથણી બુરખામાં છુપાવી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 2, 2026 👁 4 views
સુરતના જ્વેલર્સમાં બુરખાધારી મહિલા ગેંગની હાથસફાઈ:ગ્રાહકના સ્વાંગમાં કારીગરને વાતોમાં ભોળવ્યો, નજર ચૂકતા જ 275 નંગ જડ અને 50 નંગ નથણી બુરખામાં છુપાવી
સુરતના ભાગળ નવાપુરા ટાવર રોડ પર બુરખાધારી મહિલાઓની ટોળકીએ ધોળા દિવસે જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી હતી. પીપલ્સ બેંક નજીક ન્યુ એ.કે. જ્વેલર્સમાં ત્રણ મહિલાઓએ ખૂબ જ શાતિર રીતે કારીગરની નજર ચૂકવી આશરે ₹6 લાખની કિંમતની સોનાની 275 નંગ જડ અને 50 નંગ નથણી ચોરી કરી લીધી હતી. ગ્રાહક બનીને પ્રવેશી, કારીગરને દાગીના જોવામાં ગૂંચવ્યો લાલગેટ મુગલીસરા વિસ્તારમાં રહેતા 31 વર્ષીય મોહમદ બિલાલ ચાંદીવાલા ભાગળ નવાપુરા ટાવર રોડ પર છેલ્લા પાંચ વર્ષથી 'ન્યુ એ.કે. જ્વેલર્સ' નામથી દુકાન ચલાવે છે. ગત 24 ઓગસ્ટના રોજ બપોરે આશરે સવા બે વાગ્યે દુકાન માલિક મોહમદ બિલાલ ચાંદીવાલા ક્લિનિકમાં ચેકઅપ કરાવવા નીકળ્યા હતા. માલિકની ગેરહાજરીનો લાભ લઈ બપોરે 2:20 વાગ્યાના અરસામાં મોઢા પર નોઝપીસ અને કાળો બુરખો પહેરેલી ત્રણ મહિલાઓ ખરીદીના બહાને દુકાનમાં ઘૂસી હતી. કાઉન્ટર પર હાજર કારીગર કાસીમભાઈ પાસેથી તેઓ નાકમાં પહેરવાની સોનાની જડ અને નથણી જોવા માંગી હતી અને અલગ-અલગ ડિઝાઈનો કઢાવી કારીગરને પોતાની વાતોમાં પરોવી રાખ્યો હતો. કાઉન્ટર અને ખુલ્લા ડ્રોવરમાં હાથફેરો કર્યો ત્રણેય મહિલાઓએ સુનિયોજિત કાવતરું ઘડી એકબીજાની મદદગારીથી કારીગરનું ધ્યાન ભટકાવ્યું હતું. તે દરમિયાન એક મહિલાએ ચાલાકીપૂર્વક કાઉન્ટર પરથી તેમજ નીચે ખુલ્લા ડ્રોવરમાં હાથ નાખીને સોનાની જડ અને નથણી ભરેલા બે પત્તા પોતાના કપડાંમાં સંતાડી દીધા હતા. ત્યારબાદ પસંદ કરેલા દાગીનાનું વજન કરવા કારીગર બાજુના કાઉન્ટર પર ગયો કે તરત જ મહિલાએ ફરીથી ડ્રોવરમાંથી સોનાની જડ અને નથણી ભરેલી આખી ડબ્બી સેરવી બુરખાની અંદર છુપાવી લીધી હતી. આશરે અડધો કલાક રોકાયા બાદ એકપણ ઘરેણું ખરીદ્યા વિના ત્રણેય મહિલાઓ સગેવગે થઈ ગઈ હતી. બુરખાધારી ગેંગની મોડસ ઓપરેન્ડી CCTVમાં કેદ દુકાન માલિક પરત આવતા કારીગરે અમુક પત્તા અને ડબ્બી ન મળતી હોવાની શંકા વ્યક્ત કરી હતી. CCTV ફૂટેજ ખંખોળતા ત્રણેય બુરખાધારી મહિલાઓ પૂર્વઆયોજિત રીતે હાથફેરો કરતી સ્પષ્ટ નજરે પડી હતી. પ્રાથમિક હિસાબ મુજબ 45 ગ્રામ વજન ધરાવતી 275 નંગ સોનાની જડ તથા 50 નંગ સોનાની નથણી ચોરાઈ હોવાનું સામે આવ્યું છે. મહિધરપુરા પોલીસે ₹6 લાખની કિંમતના દાગીનાની ચોરી મામલે ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજના આધારે આ શાતિર મહિલા ચોર ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan