top
સુરતના મોટા પાયે રાષ્ટ્રધ્વજનું ઉત્પાદન, 300 કરોડ સુધીના વેપારની આશા
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં હાલ દેશભક્તિનો રંગ છવાયો છે. 15મી ઓગસ્ટને લઈ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સુરતમાં મોટા પાયે રાષ્ટ્રધ્વજનું ઉત્પાદન થઈ રહ્યું છે. દેશના અલગ-અલગ રાજ્યોમાંથી સુરતના વેપારીઓ અને ઉત્પાદકોને કરોડોની સંખ્યામાં તિરંગાના ઓર્ડર મળ્યા છે. 20થી વધુ મોટા ઉત્પાદકો સાથે અનેક નાના યુનિટો અને કારીગરો પણ તિરંગાના ઉત્પાદન સાથે જોડાયા છે. ઉત્પાદકો દ્વારા કાપડ, રંગ, પ્રિન્ટિંગ, સિવણ અને ફિનિશિંગની ગુણવત્તા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વેપારીઓના અંદાજ પ્રમાણે તિરંગાના ઉત્પાદન અને સંબંધિત વ્યવસાયથી આ સિઝનમાં 200થી 300 કરોડ કે તેથી વધુનો વેપાર થવાની શક્યતા છે. મહત્વની વાત એ છે કે આ વેપાર સાથે મોટી સંખ્યામાં કારીગરો અને સિલાઈ કામદારોને રોજગારી પણ મળી રહી છે.
Read full article on News18 Gujarati