crime
સુરતની હોટલના 411 નંબરના રૂમમાંથી ઝડપાયા 29 શકુનીઓ
ઈચ્છાપોરની સનસિટી હોટલમાં સનસનાટી મચાવતી ઘટના બની છે. હોટલના ચોથા માળે રૂમ નંબર 411માં ચાલતા જુગાર ધામ પર અચાનક પોલીસે વિઘ્ન નાખ્યું હતુ. બાતમીને આધારે પાડેલા દરોડા દરમિયાન પોલીસે મહિલા સહિત 29 લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.3 લાખ 20,780 રોકડા કબજે કર્યા છે. ઉપરાંત કુલ 30 મોબાઇલ ફોન, જેની અંદાજિત કિંમત રૂ.4 લાખ 23,000 હોવાનું જણાવાયું છે. જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતા ગંજીપાનાની 12 કિટ અને આંકડાનું એક પેજ સહિત 14 જેટલા વાહનો કબજે કરવામાં આવ્યા છે. આમ પોલીસે કૂલ 24 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on News18 Gujarati