crime
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:SVPના ડૉક્ટરોએ 40 લાખનાં સર્જિકલ સાધનો બારોબાર ખાનગી મેડિકલ સ્ટોરમાં વેચી માર્યા!
અમદાવાદ મ્યુનિ. સંચાલિત SVP હોસ્પિટલમાં PMJAY અને વાહન અકસ્માત સહાય યોજના હેઠળ દાખલ થતા ગરીબ દર્દીઓ માટે ફાળવાતાં મોંઘાં સર્જિકલ સાધનો રેસિડન્ટ ડૉક્ટરો બારોબાર ખાનગી મેડિકલ સ્ટોરમાં વટાવી મારતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. દર્દીઓના નામે ઓનલાઇન સિસ્ટમમાં સાધનો મેળવી લીધા બાદ સોફ્ટવેરમાં જ તેને ‘રિટર્ન’ દર્શાવી ફિઝિકલ જથ્થો સગેવગે કરી દેવાતો હતો. ભાસ્કરને ખાનગી રિપોર્ટ હાથ લાગ્યો છે. જેમાં હોસ્પિટલની આંતરિક તપાસ સમિતિ સમક્ષ 8 રેસિડન્ટ ડૉક્ટરોની પૂછપરછમાં ચોંકાવનારી કબૂલાતો સામે આવી છે. થર્ડ યર રેસિડન્ટ ડૉ. નિખિલ ભુવાએ જુનિયર ડૉક્ટરોના HIS આઇડીનો દુરુપયોગ કરી સાધનો એકત્ર કર્યા બાદ અજાણી વ્યક્તિને સોંપ્યા હોવાનું સ્વીકાર્યું છે. જ્યારે સેકન્ડ યર ડૉ. ધ્રુવિલ રાવલે ડૉ. ભુવાના કહેવાથી પાલડી બસ સ્ટેશન પાસે સાધનોની ડિલિવરી કરી હતી અને ડૉ. અક્ષત શાહે પોતાના આઇડી પરથી 90 જેટલા આયોબાન (સર્જિકલ ડ્રેપ) ઇશ્યૂ કરાવ્યાની કબૂલાત કરી છે. પ્રાથમિક તપાસમાં જ આશરે 40 લાખનાં સાધનો વેચી માર્યા હોવાની પુષ્ટિ થઈ હોવા છતાં, તંત્ર દ્વારા હજુ સુધી ફરિયાદ નોંધાવવાને બદલે ભીનું સંકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્રણ વર્ષની 75 લાખ ફી ચૂકવી એડમિશન લઈને, સરકાર પાસેથી 32 લાખ સ્ટાઇપેન્ડ મેળવતા આ ભાવિ સર્જનો ચોરીના રવાડે ચડ્યા છે. ડૉ. સંજય ત્રિપાઠી-સુપરિન્ટેન્ડન્ટ, ડૉ. ભાવેશ દવે, એડી. સુપરિન્ટેન્ડન્ટ, સૌરભ પટેલ-CEO, જતીન પટેલ, એક્ઝી. ઓફિસર, AICLની તપાસ કમિટી રચાઈ હતી. 8 ડૉક્ટર, બીટલ ફાર્મસીનાં લેખિત નિવેદનો લેવાયાં મારા ધ્યાને આવી કોઈ ફરિયાદ આવી નથી: ડીન “મેં પહેલાં પણ કહ્યું હતું, એવું કશું છે જ નહીં. આ બધી તોડી-મરોડીને રજૂ કરાયેલી વિગતો ફરતી હોય છે. મારા ધ્યાને આવી કોઈ ફરિયાદ કે બાબત આવી નથી.” > ડૉ. ચેરી શાહ (ડીન, NHL મેડિકલ કોલેજ) તપાસ થઈ હતી, હું રજા પર છું: સુપરિન્ટેન્ડન્ટ “આવી કોઈ બાબતની તપાસ થઈ હતી ખરી, પણ મારે વિગતો જોવડાવવી પડશે. હું છેલ્લા 10 દિવસથી રજા પર છું. તપાસમાં આગળ શું કાર્યવાહી થઈ તેનો હાલ મને ખ્યાલ નથી, સંબંધિત સ્ટાફને પૂછવું પડશે.” > ડૉ. સંજય ત્રિપાઠી (સુપરિન્ટેન્ડન્ટ, SVP હોસ્પિટલ) ડીનને રિપોર્ટ સુપરત કર્યો, હવે જાણ નથી: સીઈઓ “અગાઉ ઘટના સામે આવી હતી, જે સંદર્ભે ડેપ્યુટી કમિશનરની મંજૂરીથી તપાસ કમિટીની રચના કરાઈ હતી. કમિટીએ ડૉક્ટરોના નિવેદન સહિતનો આખરી તપાસ અહેવાલ એનએચએલ કોલેજ ડીનને સુપરત કર્યો હતો. ત્યાર પછી આગળ શું કાર્યવાહી થઈ તેની મને જાણ નથી.” > સૌરભ પટેલ (CEO, SVP હોસ્પિટલ) મને ઘટનાની જાણ નથી, તપાસ કરાવી લઉં: DyMC “મને આ સમગ્ર ઘટના અંગે કોઈ ખ્યાલ નથી. હું હોસ્પિટલ તંત્ર પાસેથી વિગતો ચેક કરાવી લઉં, ત્યાર બાદ જ તમને સત્તાવાર જણાવી શકીશ.” > દિનેશ ગુરવ (ડેપ્યુટી મ્યુનિ. કમિશનર, AMC)
Read full article on Divya Bhaskar