top
તાપીના ફુકરમુંડાથી 57 વર્ષીય વ્યક્તિ લાપતા:સલૂન જવા નીકળ્યા બાદ ઘરે પરત ન ફરતાં પોલીસ તપાસ શરૂ
તાપી જિલ્લાના ફુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક 57 વર્ષીય વડીલ રહસ્યમય સંજોગોમાં ગુમ થયા છે. ફુકરમુંડા પોલીસે આ મામલે ગુમ જાણવા જોગ નોંધ દાખલ કરીને તેમની શોધખોળ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ફુકરમુંડાના શ્રીરામ ચોક વિસ્તારમાં રહેતા ભગવાનભાઈ તુકારામભાઈ સેંડાણે (ઉં.વ. 57) ગત 13 ઓગસ્ટ, 2025 ના રોજ બપોરના 12 વાગ્યે પોતાના ઘરેથી સલૂનની દુકાને જવા નીકળ્યા હતા. જોકે, તેઓ દુકાને પહોંચ્યા ન હતા અને ત્યારથી લાપતા છે.પરિવારજનો અને સગા-સંબંધીઓએ તેમની ઘણી શોધખોળ કરી હતી, પરંતુ આજદિન સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. આખરે, ગુમ થનારના પુત્ર ચેતનભાઈ ભગવાનભાઈ સેંડાણે દ્વારા ફુકરમુંડા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. 14 ઓગસ્ટ, 2025 ના રોજ બપોરે 3:30 વાગ્યે પોલીસે ગુમ નોંધ દાખલ કરી છે.ફુકરમુંડા પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ. એચ.સી. સંદિપભાઈ ગોવિંદભાઈએ આ મામલે ગુમ નોંધ દાખલ કરી છે. આગળની તપાસ એચ.સી. રવિભાઈ હરીયાભાઈને સોંપવામાં આવી છે.પોલીસે આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે અને નાગરિકોને આ વડીલ વિશે કોઈ માહિતી મળે તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.
Read full article on Divya Bhaskar