Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

તેલંગાણા વિધાનસભામાં IAS અધિકારીના PSને હાર્ટ અટેક, મંત્રી આપતા રહ્યા CPR પણ ન બચ્યો જીવ, વીડિયો વાયરલ

📰 The Indian Express 🕐 1 min read 📅 September 8, 2026 👁 1 views
તેલંગાણા વિધાનસભામાં IAS અધિકારીના PSને હાર્ટ અટેક, મંત્રી આપતા રહ્યા CPR પણ ન બચ્યો જીવ, વીડિયો વાયરલ
તેલંગાણા વિધાનસભાની અંદર એક સરકારી અધિકારીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. મંત્રી વી. શ્રીહરિએ તાત્કાલિક CPR આપ્યો હતો પરંતુ અધિકારીને બચાવી શકાયા નહીં. મંત્રી કર્મચારી પર CPR આપતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને ચર્ચાનો વિષય બન્યો છે. લોકોએ મંત્રીના પ્રયાસોની પ્રશંસા કરી છે પરંતુ કમનસીબ છે કે આ પ્રયાસો છતાં વરિષ્ઠ IAS અધિકારી નવીન મિત્તલના અંગત સચિવનું અવસાન થયું. વાયરલ વીડિયોમાં મંત્રી CPR આપીને કર્મચારીનો જીવ બચાવવા માટે નક્કર પ્રયાસ કરતા જોવા મળે છે. હાજર અન્ય સ્ટાફ સભ્યો પણ મદદ કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. કેટલાક તેમના હાથ-પગ ઘસતા હતા, અન્ય તેમના માથા પર હાથ ફેરવતા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તેમનું અવસાન થઈ ગયું હતું. પીટીઆઈ અનુસાર, તેલંગાણાના મંત્રી વી. શ્રીહરિએ મંગળવારે વિધાનસભામાં અચાનક પડી ગયેલા એક સરકારી કર્મચારીને CPR આપ્યો હતો. જોકે તેમને બચાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો અને તેમનું હોસ્પિટલ લઈ જતી વખતે મૃત્યુ થયું. આ ઘટનાની સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા થઈ રહી છે. विधानसभा में मंत्री ने बचाई कर्मचारी की जान तेलंगाना विधानसभा में सीनियर आईएएस अधिकारी नवीन मित्तल के पीएस राजू अचानक गिर पड़े. जिसके बाद मंत्री वकीति श्रीहरि ने तुरंत सीपीआर और फर्स्ट एड दिया. बाद में मेडिकल टीम को बुलाकर राजू को एंबुलेंस से अस्पताल भेजा गया. #telangana ... pic.twitter.com/XqFXnNMItu — zingabad (@zingabad) September 8, 2026 અધિકારીઓએ આ ઘટના વિશે શું કહ્યું? અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉર્જા વિભાગમાં સેક્શન ઓફિસર કૃષ્ણ મોહન રાજુ (50) અચાનક વિધાનસભાના કોરિડોરમાં પડી ગયા. તેમણે વધુમાં જણાવ્યું કે રાજુ વરિષ્ઠ IAS અધિકારી નવીન મિત્તલના અંગત સચિવ તરીકે કામ કરતા હતા. પશુપાલન અને રમતગમત વિભાગ સંભાળતા મંત્રીએ રાજુને પડી ગયા પછી જોયા. આ પણ વાંચો: જુગારના રૂ. 10 લાખના દેવામાં ડૂબેલા ટીચરે KBC માંથી જીત્યા 12.50 લાખ, 25 લાખના સવાલ પર છોડ્યો શો વિધાનસભામાં ફરજ પરના ડૉક્ટર આવે તે પહેલાં મંત્રીએ રાજુને પુનર્જીવિત કરવાના પ્રયાસમાં કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) કર્યું. CPR એ હૃદયરોગના હુમલા દરમિયાન ઉપયોગમાં લેવાતી એક પ્રક્રિયા છે જેમાં બીજો વ્યક્તિ બંને હાથથી દર્દીની છાતીને ઝડપથી દબાવી દે છે અને મોં-થી-મોં રિસુસિટેશન પૂરું પાડે છે. અધિકારીઓએ જણાવ્યું કે રાજુને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું. એવું માનવામાં આવે છે કે તેને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેલંગાણા સચિવાલય એસોસિએશને રાજુના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan