top
થાનગઢમાં ₹2.92 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:આશાપુરા સિરામીક પાછળની ઓરડીમાંથી 1656 બોટલ મળી, એક આરોપી ફરાર
થાનગઢમાં આશાપુરા સિરામીક પાછળ આવેલી એક ઓરડીમાંથી પોલીસે ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કુલ 1656 નંગ નાની-મોટી બોટલો અને બીયર ટીન મળી આવ્યા હતા, જેની કુલ કિંમત ₹2,92,430 આંકવામાં આવી છે. જોકે, દરોડા દરમિયાન આરોપી ફરાર થઈ ગયો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 1070 બોટલોનો સમાવેશ થાય છે, જેની કિંમત ₹2,19,180 છે. આ ઉપરાંત, 586 બીયર ટીન પણ મળી આવ્યા હતા, જેની કિંમત ₹73,250 થાય છે. પોલીસે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા જિલ્લામાં પ્રોહીબીશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. હેડ કોન્સ્ટેબલ મુન્નાભાઈ અને મનોજભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે આ દરોડો પાડ્યો હતો. આ ગુનામાં અજયભાઈ ભલાભાઈ પરમાર (રહે. થાનગઢ, જી. સુરેન્દ્રનગર) નામનો આરોપી પકડવાનો બાકી છે. આ કામગીરીમાં LCB PI બી.એચ. શીંગરખીયા, PSI આર.જે. ગોહિલ, પેરોલ ફર્લો સ્કોડ PSI એન.એ. રાયમા તથા સ્ટાફના HC મુન્નાભાઈ રાઠોડ, HC અનિરુધ્ધસિંહ ખેર, HC મનોજભાઈ ઝાલા, PC મીતભાઈ મુંજપરા અને PC પ્રતાપસિંહ રાઠોડ સહિતની ટીમે ભાગ લીધો હતો.
Read full article on Divya Bhaskar