Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Tharad News: સગીરા પર દુષ્કર્મ આચરનાર બે નરાધમોને 20 વર્ષની જેલ અને 2 લાખનો દંડ

📰 Sandesh 🕐 1 min read 📅 August 17, 2026 👁 3 views
બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ પંથકમાં સગીરા સાથે બનેલી દુષ્કર્મની શરમજનક ઘટનામાં થરાદની સ્પેશિયલ પોક્સો અદાલતે કડક વલણ અપનાવી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આરોપીઓએ માસુમ સગીરાને પ્રેમની જાળમાં લલચાવી-ફોસલાવીને ફસાવી હતી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બન્યા બાદ પીડિત સગીરાના પરિવારે હિંમત દાખવીને કાનૂની લડાઈ લડવાનો નિર્ણય કર્યો હતો. માવસરી પોલીસ મથકે નોંધાઈ હતી ગુનાહિત ફરિયાદ આ અંગે ભોગ બનનાર સગીરા અને તેના પરિવારજનો દ્વારા માવસરી પોલીસ સ્ટેશનમાં બંને નરાધમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. માવસરી પોલીસે ગુનો દાખલ કરીને તાત્કાલિક ધોરણે બંને આરોપીઓની અટકાયત કરી હતી. પોલીસે તમામ જરૂરી પુરાવાઓ એકત્ર કરીને સમયસર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી, જેથી કેસનો ઝડપી નિકાલ શક્ય બન્યો હતો. પોક્સો કોર્ટે 20 વર્ષની સખત કેદ અને 2 લાખનો દંડ ફટકાર્યો થરાદની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલની ધારદાર દલીલો અને પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા મજબૂત પુરાવાઓને આધારે અદાલતે બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે બંને નરાધમોને 20 વર્ષની સખત કેદની સજા અને 2,00,000 રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો છે. દંડની રકમમાંથી પીડિતાને 1.75 લાખ રૂપિયા વળતર અપાશે અદાલતે માત્ર સજા જ નથી ફટકારી પરંતુ ભોગ બનનાર સગીરાના પુનર્વસન માટે પણ મહત્વનો આદેશ કર્યો છે. જજે હુકમ કર્યો છે કે, જો આરોપીઓ દ્વારા દંડની રકમ ભરપાઈ કરવામાં આવે તો તેમાંથી 1,75,000 રૂપિયાની રકમ ભોગ બનનાર પીડિત સગીરાને આર્થિક વળતર પેટે ચૂકવવામાં આવશે. સેસન્સ કોર્ટના આ ચુકાદાથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો - Tharad News: વિવિધ મજૂર સંગઠનો દ્વારા આંદોલન અને રેલી, ઉગ્ર આંદોલનની આપી ચીમકી
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan