Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

તિરંગાની આન-બાન-શાન સાથે ભાવનગર બન્યું તિરંગામય:ભવ્ય તિરંગા યાત્રામાં છવાયો દેશભક્તિનો અદમ્ય જુસ્સો, મંત્રી, મેયર, ધારાસભ્યએ ફ્લેગ ઓફ કરીને એ. વી. કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 13, 2026 👁 6 views
તિરંગાની આન-બાન-શાન સાથે ભાવનગર બન્યું તિરંગામય:ભવ્ય તિરંગા યાત્રામાં છવાયો દેશભક્તિનો અદમ્ય જુસ્સો, મંત્રી, મેયર, ધારાસભ્યએ ફ્લેગ ઓફ કરીને એ. વી. કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું
અશ્વદળ, બાઇકર્સ, પોલીસ-શાળા બેન્ડ અને રાસ-ગરબાની પ્રસ્તુતિઓ બન્યાં આકર્ષણનું કેન્દ્ર હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાની થીમ હેઠળ “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત ભાવનગર વહીવટી તંત્ર તેમજ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભાવનગરમાં મેયર ઉષાબેન તલરેજાની અધ્યક્ષતામાં નીકળેલી તિરંગા યાત્રામાં અનેરો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ‘તિરંગા યાત્રા’ માં કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી અને પૂર્વ ના ધારાસભ્ય સેજલબેન પંડયા સહભાગી થયા હતા. તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલા તિરંગાને શાનથી લહેરાવતા ભાવનગરવાસીઓના અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી હર ઘર તિરંગાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે. સમગ્ર દેશમાં જ્યાં જુઓ ત્યાં ચારેય દિશામાં તિરંગો લહેરાઈ રહ્યો છે. ગુજરાતના ખૂણે-ખૂણે યોજાયેલી તિરંગા યાત્રામાં ઉત્સાહભેર લોકો જોડાઈ રહ્યા છે. બાળકો દેશ માટે શહીદ થયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષા પહેરીને તિરંગા યાત્રામાં જોડાયા હતા. સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરીત ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભવ્ય તિરંગા યાત્રાનું કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી, મેયર ઉષાબેન તલરેજા, તથા ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ એ.વી. કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે દેશપ્રેમની ભાવના ઉજાગર કરતી આ ભવ્ય તિરંગા યાત્રા એ.વી. સ્કૂલના ગ્રાઉન્ડ થી નવાપરા, ગરાસીયા બોર્ડિંગ, ભીડભંજન, મોતીબાગ ચોક, રૂપમ ચોક, ખારગેટ, મામા કોઠા રોડ, હલુરીયા ચોક થઈ પરત એ.વી. સ્કૂલ મેદાન ખાતે સમાપન થયું હતું. કાર્યક્રમ અંતર્ગત પોલીસ બેન્ડ, સ્કૂલ બેન્ડ દ્વારા દેશ ભક્તિ આધારીત ધૂન રજૂ કરવામાં આવી હતી, આ અંગે કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વ આવી રહ્યું છે સમગ્ર રાષ્ટ્ર રાષ્ટ્રીય ભક્તિના રંગે આપણા સ્વતંત્રતા વીરો, શહીદોને યાદ કરીને, આપણી આઝાદીના મહામૂલ્ય એ તપસ્વીઓને યાદ કરીને, હુતાત્માઓને યાદ કરીને સમગ્ર ભારતવર્ષ મોદી સાહેબના નેતૃત્વની અંદર ઉજવી રહ્યું છે 'હર ઘર તિરંગા', ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ અને સરકાર દ્વારા પણ પોતાના ઘરે મહાભારતીનો ધ્વજ ફરકાવાનો એ પણ એક શરૂઆત એ મોદી સાહેબે જ કરી છે, 80 મી સ્વતંત્ર પર્વની ઉજવણી ઉલ્લાસભેર રાષ્ટ્રમાં માનનીય મોદી સાહેબના નેતૃત્વ અને એમના હસ્તે થવાની છે અને રાજ્યમાં માનનીય મુખ્યમંત્રી રાજ્ય કક્ષાનો કાર્યક્રમ એ અમરેલી ખાતે થવાનો છે. એમની ઉપસ્થિતિમાં ફ્લેગ હોસ્ટિંગ થશે. ઉમંગ અને ઉત્સાહ, એમની આતુરતા સ્વચ્છ અને જે ઊર્જા જ્યાં જ્યાંથી પણ નીકળી છે અને નવી ચેતના એ પ્રગટાવી છે. આ માત્ર 15મી ઓગસ્ટ પૂરતું આ રાષ્ટ્રીય પર્વ અને આઝાદીનું પર્વ નથી, આપણા વ્યવહારમાં, સમાજજીવનમાં એ કાયમ આઝાદીનું પર્વ અને રાષ્ટ્રીય પર્વ એ અંકિત રહે ભાવ સાથે સરકાર દ્વારા આ વિશેષ કાર્યક્રમ એ સમગ્ર રાજ્યમાં થઈ રહ્યો છે હું તમામ નગરજનોને આ તિરંગા યાત્રા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને 15મી ઓગસ્ટ આવી રહી છે ત્યારે હર ઘર તિરંગા, ઘરે ઘરે તિરંગો આપણે લગાડીએ અને આપણી એક દેશભક્તિનું એક કમિટમેન્ટ એ પણ આ દિવસોમાં આપણે અભિવ્યક્તિ કરીએ... આ તકે ધારાસભ્ય સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ ચેરમેન કિશન મહેતા, શહેર ભાજપ પ્રમુખ કુમારશાહ, જિલ્લા કલેક્ટર ડૉ.મનિષ કુમાર બંસલ, કમિશનર એન.કે. મીણાની, વિવિધ કમિટીના ચેરમેનઓ, નગરસેવકઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શાળાના બાળકો, એક્સ આર્મી, પોલીસ બટાલિયન, માઉન્ટેન હોર્સ રાઇડર બટાલિયન સહિત દેશપ્રેમી નાગરિકો આ તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan