crime
તળાજાના દકાનાથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો, બુટલેગર ફરાર:LCBની ટીમે રૂ. 38,000ની દારૂની 348 બોટલ કબ્જે કરી
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે તળાજા તાલુકાના દકાના ગામે બાતમીના આધારે દરોડો પાડી માતાજીના મંદિર પાછળ બાવળની કાંટમાંથી રૂપિયા 38,010ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના પગલે હાથ ધરાયેલા આ ઓપરેશનમાં દારૂનો ગેરકાયદેસર વેપાર કરતો સ્થાનિક બુટલેગર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. નાની-મોટી 348 બોટલો મળી LCBની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે દકાના ગામનો પુના મનાભાઈ મકવાણા નામનો શખ્સ વેણકાના બાવળની કાંટમાં દારૂ રાખીને તેનું વેચાણ કરે છે. આ બાતમીને આધારે દરોડો પાડતાં સ્થળ પરથી જમીનમાં દાટેલી તેમજ કંતાનના કોથળામાં છુપાવેલી અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ 348 બોટલો મળી આવી હતી. 38 હજારનો મુદ્દામાલ જપ્ત પોલીસે રૂ. 38,010નો તમામ મુદ્દામાલ કબ્જે કરી ફરાર થઈ ગયેલા પુના મકવાણા વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે. હાલ પોલીસે સમગ્ર મુદ્દામાલ તળાજા પોલીસને સોંપીને આરોપીને ઝડપી પાડવા માટે આગળની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar