Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

TMC નેતા Asish Banerjeeના મૃત્યુ બાદ, સીએમ Shubhendu Adhikariએ ધમકીઓની શક્યતા અંગે તપાસનું આપ્યું વચન

📰 Sandesh 🕐 1 min read 📅 August 16, 2026 👁 6 views
TMC નેતા Asish Banerjeeના મૃત્યુ બાદ, સીએમ Shubhendu Adhikariએ ધમકીઓની શક્યતા અંગે તપાસનું આપ્યું વચન
મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ટીએમસી નેતાની આત્મહત્યાના થોડા કલાકો પછી કહ્યું કે, જો કોઈએ તેમને ધમકી આપી હોય, તો તપાસ કરીશું. આશિષ બેનર્જીના મોત પાછળ શુ છે સત્ય ? પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે તેઓ આશિષ બેનર્જીના નિધનથી ખૂબ જ દુઃખી છે. તેમણે પોતાના જીવનનો મોટાભાગનો સમય સમાજને શિક્ષણ આપવામાં અને સેવા આપવામાં વિતાવ્યો. તેઓ હંમેશા તેમના નમ્ર સ્વભાવ અને રામપુરહાટ અને બીરભૂમના લોકો સાથેના ગાઢ સંબંધો માટે જાણીતા હતા. બેનર્જી બીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યાલયમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે તેમનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો. આશિષ બેનર્જીની મોત પીડાદાયકઃ મમતા બેનર્જી આ દુ:ખદ ઘટનાને વધુ પીડાદાયક બનાવતી બાબત એ છે કે તેમણે તેમના અંતિમ દિવસોમાં ભારે માનસિક અને ભાવનાત્મક તણાવ સહન કર્યો હતો. પાંચ વખતના ધારાસભ્ય, ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર અને ચેરમેન તરીકે, આશિષ દાએ રામપુરહાટમાં વિકાસ લાવવા માટે પોતાને સમર્પિત કર્યા અને લોકો માટે ઘણા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કર્યા. છતાં, તેમની સિદ્ધિઓ હોવા છતાં, તેમને વારંવાર બદનામ કરવામાં આવ્યા, ખોટા આરોપ મૂકવામાં આવ્યા અને સતત દબાણનો સામનો કરવો પડ્યો. કુણાલ ઘોષે તપાસની માંગ કરી બીજી તરફ, ટીએમસીના ધારાસભ્ય કુણાલ ઘોષે નિષ્પક્ષ તપાસની માંગ કરી, કહ્યું કે આશિષ બેનર્જીએ તેમની સુસાઇડ નોટમાં માનસિક તણાવ અને સામાજિક કલંકના ડરનો ઉલ્લેખ કર્યો હતો. ઘોષે તેમના મૃત્યુને તૃણમૂલ કોંગ્રેસના રાજકીય વિકાસ સાથે જોડવાનો પણ પ્રયાસ કર્યો. ઘોષે કહ્યું, તેમની સુસાઇડ નોટમાં તેમણે લખ્યું હતું કે તેઓ સામાજિક કલંકના ડરને કારણે થતા માનસિક દબાણને સહન કરી શકતા નથી. તૃણમૂલના સારા નેતા હોવા છતાં, તેઓ બચી શક્યા નહીં. ભારતીય જનતા પાર્ટીએ આની જવાબદારી લેવી જોઈએ. અમે આ ઘટનાની નિષ્પક્ષ તપાસ ઇચ્છીએ છીએ. આ પણ વાંચોઃ 24 કલાકમાં 3 મોટા ભૂકંપ અને 230થી વધુ આફ્ટરશોક્સથી ઇન્ડોનેશિયામાં ડરનો માહોલ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan