top
ત્રિશુલિયા કાંટા પાસે 22 પૈડાવાળો ટ્રક રસ્તામાં ગોથું ખાઈ ગયો
અંબાજીથી દાંતા તરફ જતાં માર્ગ પર અકસ્માતની ઘટના બની છે. ત્રિશુલિયા કાંટા નજીક 22 પૈડાવાળા તોતિંગ ટ્રકે અચાનક પલટી મારતાં અકસ્માત સર્જાયો હતો. મહત્વનું છે કે ટ્રકમાં રેલવેના પાટા નીચે મૂકવાના બ્લોક લઈ જવામાં આવી રહ્યા હતા. જે અકસ્માતને પગલે રસ્તા પર ઢગલો થઈ ગયા હતા, જ્યારે એક ગાયનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં કોરિયન ટેકનોલોજીથી બનેલી પ્રોટેકશન વોલ ફરી એકવાર રક્ષાકવચ બની હતી અને મોટી જાનહાનિ અટકી હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની આ ઘટના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બની હોવાનું અનુમાન છે.
Read full article on News18 Gujarati