crime
ત્રણ સિંહો વચ્ચે લડાઈ, એકનું દરિયામાં ડૂબી જવાથી મોત:પીપાવાવ પોર્ટની જેટી પાસેથી એક દિવસ બાદ સિંહનો મૃતદેહ મળ્યો, પટવા દરિયાકાંઠે ત્રણ ડાલામથ્થાઓ વચ્ચે થઈ હતી લડાઈ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પટવા ગામના દરિયાકાંઠે ત્રણ સિંહો વચ્ચે લડાઈ થઈ હોવાની ઘટના સામે આવી હતી. આ દરમિયાન એક સિંહ દરિયામાં પડી જતાં ડૂબી ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ઘટનાના એક દિવસ બાદ પીપાવાવ પોર્ટની જેટી પાસેથી આ સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. દરિયાકાંઠાથી 3 કિલોમીટર દૂર મૃતદેહ મળ્યો પટવા ગામના દરિયાકાંઠાથી આશરે 3 કિલોમીટર દૂર પીપાવાવ પોર્ટની જેટી પાસે દરિયાના પાણીમાંથી એશિયાટિક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, પાણીમાં ડૂબી જવાથી સિંહનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. વનવિભાગે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી સિંહનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતાં રાજુલા રેન્જના આર.એફ.ઓ. ડી.કે. મકવાણા સહિત વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વનવિભાગની ટીમે મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી. સાથે જ સિંહના મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં સિંહોની વધતી અવરજવર વચ્ચે ઘટના અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો થતાં રહેણાક મકાનો, વાડીઓ અને ઓરડાઓ સુધી સિંહો પહોંચી જવાના બનાવો પણ અવારનવાર સામે આવી રહ્યા છે. ત્યારે હવે દરિયામાં ડૂબી જવાથી સિંહનું મોત થયાની આ ઘટનાને પગલે વનવિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
Read full article on Divya Bhaskar