Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

📰 Abp News 🕐 1 min read 📅 August 9, 2026 👁 11 views
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

Trump US Iran War: છેલ્લા કેટલાક અઠવાડિયાથી પશ્ચિમ એશિયામાં ઈરાન વિરુદ્ધ આક્રમક સૈન્ય કાર્યવાહીની ધમકીઓ આપ્યા બાદ, હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વલણમાં થોડી નરમાશ જોવા મળી રહી છે. એવું લાગી રહ્યું છે કે ટ્રમ્પ હવે આ લાંબા ખેંચાયેલા યુદ્ધમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો શોધી રહ્યા છે, જે અગાઉની તેમની ધારણાઓ કરતાં ઘણું વધારે મુશ્કેલ સાબિત થયું છે.

એક નવા રિપોર્ટ મુજબ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ હવે ઈરાન સાથેના 'પરમાણુ કરાર'ના મુખ્ય મુદ્દાને બાજુ પર રાખવા અને પોતાની જીત જાહેર કરવા તૈયાર થઈ શકે છે. પરંતુ આ માટે તેમની એક મોટી શરત એ છે કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને (Strait of Hormuz) મુક્ત નેવિગેશન માટે સંપૂર્ણપણે ફરીથી ખોલી દેવી પડશે.

શું ટ્રમ્પ યુદ્ધની જાળમાં ફસાયા છે?

પ્રતિષ્ઠિત અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલ ના રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા ઘણા અઠવાડિયાથી કોઈ સંભવિત ખરાબ પરિણામ ટાળવા માટે અંદરખાને પ્રયાસો કરી રહ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પે પોતાના વરિષ્ઠ સહાયકોને ખાનગીમાં એવું પણ કહ્યું છે કે તેઓ તેહરાન સાથે પરમાણુ કરાર કર્યા વિના પણ આ યુદ્ધનો અંત લાવી શકે છે.

જોકે, અમેરિકા માટે આ 'એક્ઝિટ સ્ટ્રેટેજી' (બહાર નીકળવાની વ્યૂહરચના) હવે એટલી સરળ રહી નથી. વૈશ્વિક ઉર્જા પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ એવા હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ફરીથી ખોલવા માટે હવે ઈરાને પણ ટ્રમ્પ સામે પોતાની માંગણીઓની એક લાંબી યાદી મૂકી દીધી છે.

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

ઈરાને અમેરિકા સામે કઈ શરતો મૂકી?

તેહરાને અમેરિકા સમક્ષ જે માંગણીઓની યાદી રજૂ કરી છે, તેમાં કેટલીક કડક શરતો સામેલ છે:

અબજો ડોલરની આર્થિક ચૂકવણી.

યુએસ નૌકાદળ દ્વારા કરવામાં આવેલી નાકાબંધીનો તાત્કાલિક અંત.

સમગ્ર પ્રદેશમાંથી અમેરિકન સૈનિકોની સંપૂર્ણ પીછેહઠ.

અને અન્ય કેટલીક મહત્વપૂર્ણ છૂટછાટો.

હોર્મુઝ સ્ટ્રેટ: ઈરાનનું સૌથી મોટું હથિયાર

મિસાઇલ અને ડ્રોન હુમલાઓ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં કમર્શિયલ શિપિંગ ટ્રાફિકને રોકવાની ઈરાનની ક્ષમતાએ તેને વિશ્વના સૌથી શક્તિશાળી દેશ સામેના આ લાંબા યુદ્ધમાં એક મોટો ફાયદો (અપરહેન્ડ) અપાવ્યો છે. ઈરાનના આ આક્રમક પગલાંઓએ આ સ્ટ્રેટમાંથી પસાર થતા વાણિજ્યિક જહાજોની હિલચાલ ધીમી કરી દીધી છે. તેના સીધા પરિણામ સ્વરૂપે વૈશ્વિક ઉર્જા બજારો ખોરવાયા છે, તેલ અને ગેસની અછત ઊભી થઈ છે અને ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થયો છે.

તાજેતરના અઠવાડિયામાં ઈરાન સામે આકરી કાર્યવાહી કર્યા બાદ, યુએસ રાષ્ટ્રપતિએ વારંવાર એવો દાવો કર્યો હતો કે હોર્મુઝ સ્ટ્રેટ હવે મુક્ત નેવિગેશન માટે સંપૂર્ણપણે ખુલ્લું છે. પરંતુ, ઈરાને UAE ના એક જહાજ પર મિસાઈલ હુમલો કરીને આ દાવાઓને ખોટા સાબિત કરી દીધા. આ હુમલા બાદ જ એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ ટ્રમ્પ સામે હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ખોલવા માટે ઉપરોક્ત શરતો રજૂ કરી હતી. હવે જોવાનું એ રહે છે કે બંને દેશો વચ્ચે આ મડાગાંઠ કેવી રીતે ઉકેલાય છે.

આ પણ વાંચોઃ ‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan