Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ટેક્સટાઇલ માર્કેટના વેપારી સાથે ઠગાઈ:આરોપીઓએ 21.86 લાખની સાડીઓનો માલ ખરીદી પૈસા ન ચૂકવ્યા, 2 વોન્ટેડ ઠગ જયપુરથી ઝડપાયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 6, 2026 👁 2 views
ટેક્સટાઇલ માર્કેટના વેપારી સાથે ઠગાઈ:આરોપીઓએ 21.86 લાખની સાડીઓનો માલ ખરીદી પૈસા ન ચૂકવ્યા, 2 વોન્ટેડ ઠગ જયપુરથી ઝડપાયા
સુરતના જાણીતા ટેક્સટાઇલ માર્કેટના વેપારી પાસેથી કુલ 21,86,513ની કિંમતની સાડીઓનો જથ્થો મેળવી નાણાં ન ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવાના ગુનામાં સલાબતપુરા પોલીસને મોટી સફળતા મળી છે. આ ગંભીર આર્થિક ગુનો આચરીને છેલ્લા 2 મહિનાથી પોલીસને થાપ આપી અલગ-અલગ જગ્યાએ નાસતા ફરતા 2 વોન્ટેડ આરોપીઓને સલાબતપુરા પોલીસની ટીમે બાતમીના આધારે છેક રાજસ્થાનના જયપુર ખાતેથી દબોચી લીધા છે. સ્પેશિયલ ટીમની રચના અને જયપુરમાં ઓપરેશન આ ઠગાઈના ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી નાયબ પોલીસ કમિશનર ઝોન-2 ડો. કાનન દેસાઈના સીધા સુપરવિઝન હેઠળ એક ‘સ્પેશિયલ ટીમ’ તૈયાર કરવામાં આવી હતી. મદદનીશ પોલીસ કમિશનર "સી" ડિવિઝન ચિરાગ વાડદોરીયા અને સલાબતપુરા પી.આઈ. આર.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ઉચ્ચ અધિકારીઓની મંજૂરી મેળવી રાજસ્થાન ખાતે ધામા નાખ્યા હતા. જયપુરમાં આરોપીઓના તમામ સંભવિત છુપાવાના સ્થળો પર સતત વોચ રાખીને ટીમે આખરે બંને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ અને કાયદેસરની કાર્યવાહી પોલીસ પકડમાં આવેલા આરોપીઓમાં દિનેશકુમાર સીયારામ શર્મા (ઉં.વ. 30) અને મુકેશકુમાર સીયારામ શર્મા (ઉં.વ. 45) (બંને રહે. એ/65, બાલાજી વાટિકા, આગરા રોડ, પાલડી મીના કોલોની, લુણિયાવાસ, જયપુર, રાજસ્થાન) નો સમાવેશ થાય છે. સલાબતપુરા પોલીસે બંને આરોપીઓને જયપુરથી સુરત લાવી વેપારીના બાકી નાણાં અને આ મામલે સંડોવાયેલા અન્ય તત્વો અંગે આગળની કાયદેસરની કડક પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan