Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

‘ટ્રિપલ એન્જિન’ સરકારમાં મહિલાઓ અસુરક્ષિત: AAP:મહિલા સુરક્ષા મુદ્દે CM હાઉસ જતાં પાયલ સાકરીયા, વિક્રમ દવે સહિતના આપ નેતાઓની અટકાયત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 12, 2026 👁 6 views
‘ટ્રિપલ એન્જિન’ સરકારમાં મહિલાઓ અસુરક્ષિત: AAP:મહિલા સુરક્ષા મુદ્દે CM હાઉસ જતાં પાયલ સાકરીયા, વિક્રમ દવે સહિતના આપ નેતાઓની અટકાયત
ગુજરાતમાં મહિલા સુરક્ષાના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્ય સરકાર સામે મોરચો ખોલવામાં આવ્યો છે. AAP મહિલા મોરચાના અધ્યક્ષ પાયલ સાકરીયા અને પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમ દવેએ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળી રજૂઆત કરવા માટે CM હાઉસ તરફ જઈ રહેલા પાયલ સાકરીયા, વિક્રમ દવે, કાશ્મીરા મહેતા, નેહા કેવલરામાણી, લાલભાઈ વણઝારા અને દિલીપ ત્રિવેદી સહિતના નેતાઓ અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. ‘ટ્રિપલ એન્જિન’ સરકારમાં પણ મહિલાઓ અસુરક્ષિત: AAP પાયલ સાકરીયાએ આરોપ લગાવ્યો હતો કે છેલ્લા ત્રણ દાયકાથી ભાજપનું શાસન અને છેલ્લા દસ વર્ષથી ‘ટ્રિપલ એન્જિન’ સરકાર હોવા છતાં રાજ્યમાં મહિલા સુરક્ષાની સ્થિતિ ચિંતાજનક છે. તેમણે દાવો કર્યો હતો કે 2015થી 2024 દરમિયાન રાજ્યમાં 6,100થી વધુ દુષ્કર્મ અને 50 હજારથી વધુ મહિલાઓના અપહરણ તથા ઘરેલુ હિંસાના કેસ નોંધાયા છે. સરકારે છેલ્લા પાંચ વર્ષમાં મહિલા સુરક્ષા માટે ફાળવેલા ₹25,968 કરોડના બજેટના ઉપયોગ સામે સવાલો ઉઠાવ્યા હતા. ગૃહમંત્રી પર પ્રહાર અને સ્પષ્ટ ‘એક્શન પ્લાન’ની માંગ ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે પ્રહાર કરતા પાયલ સાકરીયાએ કહ્યું હતું કે, “તમે ગૃહમંત્રી છો, રીલ મંત્રી નહીં.” તેમણે માત્ર સોશિયલ મીડિયા વીડિયો આપવાને બદલે કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા તેમજ ચોરી, લૂંટ, હત્યા, દારૂ, ડ્રગ્સ અને દુષ્કર્મ જેવા ગુનાઓ અટકાવવા માંગ કરી હતી. વધુમાં, ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષનું પદ લાંબા સમયથી ખાલી હોવાનો આરોપ મૂકી તેમણે સરકાર પાસે મહિલા સુરક્ષા માટે કાગળ પરના દાવાઓને બદલે એક સ્પષ્ટ અને સમયબદ્ધ ‘એક્શન પ્લાન’ જાહેર કરવાની માંગ કરી હતી. CM હાઉસ જતાં નેતાઓની અટકાયતને પગલે રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan