top
'ટુકડીયા' ખેતરમાં ભેંસોના તબેલા પાછળ સંતાડેલો દારૂ ઝડપાયો:194 પેટીઓ સહિત 26.43 લાખનો મુદ્દામાલ જપ્ત અને એકની અટકાયત, નંદાસણના ધનાલીમાં એલસીબીના દરોડા
મહેસાણા જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર નાકેબંધી અને કડક કાર્યવાહી કરવા મહેસાણા પોલીસ અધીક્ષક હિમાંશુ સોલંકીના આદેશ અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને મોટી સફળતા સાંપડી છે. એલસીબી પીઆઈ એ.એમ. કામળીયાની સૂચનાથી રચાયેલી ટીમે બાતમીના આધારે નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારના ધનાલી ગામની સીમમાં રેડ કરી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. 'ટુકડીયા' ખેતરમાં ભેંસોના તબેલા પાછળ સંતાડેલો દારૂ ઝડપાયો મળેલી ખાનગી બાતમી મુજબ ધનાલી ગામની સીમમાં આવેલ સૈયદ ફકીરમહંમદ નુરદીમીયાના 'ટુકડીયા' નામના ખેતરમાં ભેંસોના તબેલા પાછળ લોખંડના પતરા નીચે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખવામાં આવ્યો હતો. આ બાતમીના આધારે પીએસઆઈ એસ.વી. પઢારીયા અને તેમની ટીમે પંચોને સાથે રાખી દરોડો પાડ્યો હતો. 194 પેટીઓ સહિત 26.43 લાખનો મુદ્દામાલ જપ્ત દરોડા દરમિયાન સ્થળ પરથી સંતાડેલી 194 પેટીઓ અને 201 છૂટક બોટલો તેમજ બિયર ટીન મળી કુલ 8,529 બોટલો (1854.13 લિટર) વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત 26,38,878 થાય છે. આ સિવાય 5 હજાર નો એક મોબાઇલ ફોન મળી કુલ 26,43,878નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એકની અટકાયત, એક વોન્ટેડ પોલીસે સ્થળ પરથી 55 વર્ષીય આરોપી સૈયદ ફકીરમહંમદ નુરદીમીયા બનુમીયા (રહે. ધનાલી,તા. કડી)ની અટકાયત કરી છે. જ્યારે આ ગુનામાં સંકળાયેલ અન્ય આરોપી ઠાકોર કનુજી વિહાજી (રહે. ટી.બી. રોડ છાપરા, મહેસાણા) હાજર મળી આવ્યો ન હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે નંદાસણ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar