politics
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ રાજ્ય સરકાર અને પોલીસ વિભાગને ઘેરવાનો પ્રયાસ કર્યો. તેમણે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોવાનો ગંભીર આરોપ લગાવ્યો. તુષાર ચૌધરીએ દાવો કર્યો કે રાજ્યમાં દારૂની હોમ ડિલિવરી થઈ રહી છે અને માત્ર લોકેશન આપવાથી પણ દારૂ પહોંચાડવામાં આવે છે. સોશિયલ મીડિયા પર સામે આવતી વિગતોનો હવાલો આપીને તેમણે સરકારની દારૂબંધીની વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા. લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ રોકવા માટે પોલીસ તંત્રની કામગીરી અને દારૂબંધીના કડક અમલ અંગે પણ તેમણે સરકારને ઘેરી હતી. વિધાનસભામાં કરાયેલા આ આક્ષેપોને કારણે ગુજરાતમાં દારૂબંધીની નીતિ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. હવે સરકાર તરફથી આ આરોપો અંગે શું જવાબ આપવામાં આવે છે તે મહત્વનું રહેશે.