Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ઉકાઈના વાડી ભેંસરોડમાં દીપડો પાંજરે પુરાયો:એક મહિનામાં ત્રીજો દીપડો પકડાતા ગ્રામજનોને રાહત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 16, 2026 👁 4 views
ઉકાઈના વાડી ભેંસરોડમાં દીપડો પાંજરે પુરાયો:એક મહિનામાં ત્રીજો દીપડો પકડાતા ગ્રામજનોને રાહત
તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના વાડી ભેંસરોડ ગામમાં એક દીપડો પાંજરે પુરાયો છે. ગામના ડુંગળી ફળિયામાં પ્રવીણભાઈ ગામીતના ઘર બહાર વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં રાત્રે દીપડો ફસાયો હતો. આ ઘટનાથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.નોંધનીય છે કે, છેલ્લા એક જ મહિનાના ટૂંકા ગાળામાં આ જ ગામમાં અલગ-અલગ ત્રણ દીપડા પાંજરે પુરાવાની આ ત્રીજી ઘટના છે. આ પહેલા પણ દીપડાની દહેશતથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયેલો હતો. દીપડો પાંજરે પુરાયાની જાણ થતાં જ ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ ગુણસતા બીટ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વન વિભાગની ટીમે સુરક્ષિત રીતે દીપડાનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એક જ મહિનામાં ત્રણ દીપડા પકડાઈ જતાં વાડી ભેંસરોડ અને આસપાસના પંથકના લોકોમાં ખુશી જોવા મળી રહી છે.સ્થાનિકોએ વન વિભાગની સમયસરની સક્રિય કામગીરીને બિરદાવી છે. બીજી તરફ, વન વિભાગ દ્વારા ગ્રામજનોને સાવચેત રહેવા અને જંગલી પ્રાણીઓ નજરે પડે તો ગભરાયા વગર સુરક્ષિત અંતર જાળવી ત્વરિત વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan