Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ઉમરગામ GIDCમાં રૂ. 26.81 લાખનો હિંગનો જથ્થો સીઝ:નમૂના લેબમાં મોકલાયા; એવરગ્રીન ફૂડ કંપનીમાં એવરેસ્ટ માટે જોબવર્ક

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 31, 2026 👁 2 views
ઉમરગામ GIDCમાં રૂ. 26.81 લાખનો હિંગનો જથ્થો સીઝ:નમૂના લેબમાં મોકલાયા; એવરગ્રીન ફૂડ કંપનીમાં એવરેસ્ટ માટે જોબવર્ક
વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઉમરગામ GIDCમાં હિંગના જથ્થાની તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્લોટ નં. 2837 ખાતે આવેલી Ever Green Food Mfg. Co.માં તપાસ દરમિયાન કુલ 4,668.8 કિલો હિંગ પાઉડરનો રૂ.26,81,340ની કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે, Ever Green Food Mfg. Co. દ્વારા એવરેસ્ટ ફુડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ માટે હિંગનું જોબવર્ક કરવામાં આવતું હતું. અધિકારીઓએ સ્થળ પરથી હિંગ પાઉડરના જથ્થામાંથી જરૂરી નમૂના લીધા હતા. આ નમૂનાઓને પૃથ્થકરણ માટે રાજકોટની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. સીઝ કરાયેલા જથ્થામાં 1,199.4 કિલો યલો હિંગ પાઉડર (લૂઝ)નો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ.5,99,700 છે. આ ઉપરાંત, 3,469.4 કિલો બ્લેક હિંગ પાઉડર (લૂઝ) પણ સીઝ કરાયો છે, જેની કિંમત રૂ.20,81,640 થાય છે. આમ, કુલ 4,668.8 કિલો હિંગ પાઉડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ડેઝિગ્નેટેડ ઓફિસર આશિષ વલવીએ જણાવ્યું હતું કે, રાજકોટ લેબોરેટરીમાંથી પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ ખાદ્ય સલામતી અને ધોરણો અધિનિયમ, 2006 તથા સંબંધિત નિયમો હેઠળ આગળની કાયદાકીય કાર્યવાહી કરાશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan