Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Uttar Pradesh News: પ્રેમિકાના શોખ પૂર્ણ કરવા સગા ભાઈઓએ કરી ઓટોની લૂંટ, પોલીસે કરી ધરપકડ

📰 Sandesh 🕐 1 min read 📅 August 30, 2026 👁 2 views
Uttar Pradesh News: પ્રેમિકાના શોખ પૂર્ણ કરવા સગા ભાઈઓએ કરી ઓટોની લૂંટ, પોલીસે કરી ધરપકડ
તેઓ પહેલા મુસાફરો તરીકે ઓટોમાં ચઢ્યા, પછી નિર્જન વિસ્તારમાં ડ્રાઈવર પર હુમલો કર્યો અને ઓટો લઈને ભાગી ગયા હતા. શુ હતો મામલો ? પોલીસના જણાવ્યા મુજબ, સુભાષ નગરમાં સાનિયા ધન સિંહનો રહેવાસી સગ્ગન ઓટો ચલાવે છે. 27 ઓગસ્ટની રાત્રે, સેમીખેડાનો રહેવાસી વિશાલ ઉર્ફે છોટુ, તેનો ભાઈ ભારત રત્ન અને તેનો મિત્ર શિવમ બાઇક પર બરેલી આવ્યા હતા. ત્રણેયે ઓટો લૂંટવાનો પ્લાન બનાવ્યો. સિટી સ્ટેશન પર, તેમણે જાદુપુર જવા માટે 500 રૂપિયામાં સગ્ગનનો ઓટો બુક કરાવ્યો. શિવમ અને ભારત રત્ન ઓટોમાં ચઢી ગયા, જ્યારે વિશાલ તેની બાઇક પર પાછળ ગયો હતો. પોલીસની પ્રતિક્રિયા આવી સામે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ઓટોમાં બેઠેલા બંને આરોપીઓ રસ્તામાં એવી જગ્યા શોધી રહ્યા હતા જ્યાં તેઓ સરળતાથી ડ્રાઇવરને નિશાન બનાવી શકે. જાદુપુર પહોંચ્યા પછી, તેઓએ ડ્રાઇવરને વસુંધરા ધલથી શેરગઢ તરફ જવા કહ્યું. રાત્રિનો સમય હોવાથી રસ્તો સુમસામ હતો. પોલીસના જણાવ્યા અનુસાર, નિર્જન સ્થળે પહોંચ્યા પછી, શિવમે તેની બેગમાંથી બે કિલોગ્રામ લોખંડનું વજન કાઢ્યું અને પાછળથી ડ્રાઇવરના માથા પર માર્યો. આ દરમિયાન ભારત રત્ને સગ્ગનના ગળામાં રૂમાલ બાંધીને તેને પાછળ ખેંચી લીધો. ડ્રાઈવરે ઓટો રોકી અને રસ્તા પર પડી ગયો. ત્યારબાદ બંને આરોપીઓ ઓટો લઈને ભાગી ગયા, જ્યારે વિશાલ તેમની પાછળ બાઇક પર ગયો. દુકાનમાં છુપાવી ઓટો ઘટના પછી, આરોપીઓ ઓટો સેમીખેડા લઈ ગયા. પોલીસનું કહેવું છે કે વિશાલ અને ભારત રત્ને ચોરાયેલી ઓટો તેમની દુકાનોમાં છુપાવી દીધી હતી. પરિસ્થિતિ શાંત થયા પછી તેઓએ તેને વેચવાની અથવા અન્ય કોઈ રીતે તેનો નિકાલ કરવાની યોજના બનાવી હતી. ડ્રાઈવરની ફરિયાદના આધારે, પોલીસે કેસ નોંધ્યો અને આરોપીઓની શોધ શરૂ કરી. રવિવારે વહેલી સવારે, સેમીખેડાથી બરૌર જતા રસ્તા પર પેટ્રોલ પંપ પાસે ત્રણેય આરોપીઓ મળી આવ્યા છે. આ પણ વાંચોઃ નવા સ્તરે પહોંચ્યા દ્વિપક્ષીય સંબંધો, ભારતને મળશે યુરેનિયમ અને ઉઝબેકિસ્તાનમાં ચાલશે UPI
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan