top
વાપી GIDC માં બોઈલર પ્રેશર લીકેજ રોકવા જતા કામદારનું મોત:ધરમપુરના તુષાર જોગારીનું મોત, એક ઘાયલ; પરિવારજનોએ કંપની પર બેદરકારીનો આરોપ લગાવ્યો
વાપી GIDC માં આવેલી આર.બી. ઇલેક્ટ્રોનિક એન્ડ એન્જિનિયરિંગ કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થયો છે. આ ઘટનામાં એક કામદારનું મોત થયું છે, જ્યારે અન્ય એક ઘાયલ થયો છે. મૃતક કામદારનું નામ તુષાર જોગારી છે, જે ધરમપુરનો રહેવાસી હતો. તુષાર કંપનીમાં બોઈલર પર કામ કરતો હતો. બોઈલરમાં પ્રેશર લીકેજ થતા તે તેને રોકવા ગયો હતો. આ દરમિયાન બ્લાસ્ટ થતા તુષારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તુષારના મોત બાદ તેના પરિવારજનો કંપની પર એકઠા થયા હતા. પરિવારજનોએ કંપનીની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટનાથી કંપનીમાં કામદારોની સલામતી અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે. વાપી GIDC પોલીસે આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar