top
વાપીના સલવાવમાં 2-3 દિવસથી રહેણાંક વિસ્તારમાં લટાર મારતો દીપડો પાંજરે પૂરાયો, લોકોએ લીધો રાહતનો શ્વાસ
વાપી મહાનગરપાલિકાના સલવાવ ધોડિયાવાડમાં 2-3 દિવસ પહેલા દીપડો દેખાતા ભય વ્યાપ્યો હતો. વન વિભાગે પાંજરું ગોઠવી દીપડાને પકડવા કવાયત હાથ ધરી હતી. શનિવારે સાંજે દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. વન વિભાગે દીપડાનું સ્વાસ્થ્ય પરીક્ષણ કરાવી તેને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar