Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Vadodara: મકરપુરા એરફોર્સ રોડ પર ચાલીને જતી યુવતી પરથી ટ્રકના આગળ-પાછળના પૈડાં ફરી વળ્યા

📰 Sandesh 🕐 1 min read 📅 August 16, 2026 👁 4 views
Vadodara: મકરપુરા એરફોર્સ રોડ પર ચાલીને જતી યુવતી પરથી ટ્રકના આગળ-પાછળના પૈડાં ફરી વળ્યા
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા એરફોર્સ રોડ પર એક અત્યંત ગમખ્વાર અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. રસ્તા પરથી પગપાળા પસાર થઈ રહેલી સેજલ બારિયા નામની યુવતીને પૂરપાટ ઝડપે આવતી ટ્રકે અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવતી પરથી ટ્રકના આગળ અને પાછળના બંને વ્હીલ ફરી વળ્યા હતા. આ સમગ્ર બનાવ નજીકના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગયો છે, જે જોઈને કોઈનું પણ કાળજું કંપી જાય તેમ છે. મકરપુરામાં કાળજું કંપાવતો અકસ્માત અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલી યુવતી માટે સ્થાનિકોએ તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો, પરંતુ 108 સેવા સમયસર ન પહોંચતા લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. આખરે યુવતીની ગંભીર સ્થિતિ જોઈને સ્થાનિકોએ માનવતા દાખવી તેને ખાનગી કારમાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડી હતી. ગમખ્વાર ઘટનાના દ્રશ્યો CCTV માં કેદ મકરપુરા પોલીસે CCTV ફુટેજ કબ્જે કરીને અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એરફોર્સ રોડ જેવા રહેણાંક અને અવરજવર વાળા વિસ્તારમાં બેફામ દોડતા ભારે વાહનો સામે સ્થાનિક રહીશોએ ભારે આક્રોશ વ્યક્ત કરી ઝડપ નિયંત્રણની માગ કરી છે. આ પણ વાંચો: Ahmedabad: હું મીટિંગમાં છું, ફોન નહીં ઉપાડી શકું - માલિક બનીને ગઠિયાએ એકાઉન્ટન્ટ પાસે 30 લાખ પડાવી લીધા
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan