Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Vadodaraના શિનોરમાં 11.64 લાખની ઉચાપત કરનાર ફરાર તલાટી ઝડપાયો: શિનોર કોર્ટે 4 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

📰 Sandesh 🕐 1 min read 📅 August 10, 2026 👁 8 views
Vadodaraના શિનોરમાં 11.64 લાખની ઉચાપત કરનાર ફરાર તલાટી ઝડપાયો: શિનોર કોર્ટે 4 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગ્રામ પંચાયતમાં રૂ.11.64 લાખના સરકારી નાણાંની ગેરરીતિ અને ઉચાપત કરવાના ગંભીર પ્રકરણમાં લાંબા સમયથી નાસતા ફરતા તલાટી નીતિન જેતાણીને શિનોર પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી તલાટી સામે સાધલી ગ્રામ પંચાયતના બેંક ખાતામાંથી પોતાના તેમજ પોતાના અંગત મિત્રના બેંક ખાતામાં સરકારી નાણાં ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવાનો ગંભીર આરોપ છે. કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા આ અંગે શિનોર પોલીસ મથકે 22 જાન્યુઆરી 2025ના રોજ સત્તાવાર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનો નોંધાયા બાદ છેલ્લા દોઢ વર્ષથી પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયેલા તલાટી નીતિન જેતાણીની ધરપકડ કરીને શિનોર પોલીસે તેને શિનોર કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે ઉચાપતની રકમ અને કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે રિમાન્ડની માંગણી કરતા કોર્ટે આરોપી તલાટીના 12 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યા સુધીના (4 દિવસના) રિમાન્ડ મંજૂર કર્યા છે. અન્ય પંચાયતોમાં ગેરરીતિ અંગે તપાસ શરૂ રિમાન્ડ મંજૂર થતાં જ શિનોર પોલીસે આંકડાકીય અને નાણાકીય પુરાવાઓ ભેગા કરવાની સઘન તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ તપાસ દરમિયાન આરોપી તલાટીએ સરકારી ઉચાપતની આ રકમ ક્યાં અને કયા કામોમાં વાપરી છે તે દિશામાં પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત આરોપીએ આ અગાઉ અન્ય જે ગામોમાં તલાટી તરીકે ફરજ બજાવી હતી, ત્યાં પણ આ પ્રકારે સરકારી નાણાંની કોઈ ગેરરીતિ કે ઉચાપત કરી છે કે કેમ તેની પણ ઊંડાણપૂર્વક ચકાસણી હાથ ધરવામાં આવશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan