Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Valsad News: ઉદવાડા ગ્રામ પંચાયતમાં ACBનો સપાટો, સરપંચ, ઉપસરપંચ અને મહિલા સભ્ય લાંચ લેતા ઝડપાયા

📰 Sandesh 🕐 1 min read 📅 August 20, 2026 👁 6 views
Valsad News: ઉદવાડા ગ્રામ પંચાયતમાં ACBનો સપાટો, સરપંચ, ઉપસરપંચ અને મહિલા સભ્ય લાંચ લેતા ઝડપાયા
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલી ઐતિહાસિક ઉદવાડા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર અંગે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જમીનને ખેતીવાડી ઝોનમાંથી રહેણાંક ઝોનમાં ફેરવવા માટે અને આ અંગેનો ગ્રામ પંચાયતનો ઠરાવ પસાર કરવા માટે અરજદાર પાસેથી લાંચની કાયદેસરની માંગણી કરવામાં આવી હતી. હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરકાયદે કમાણી કરવાના આ મામલામાં પંચાયતના ત્રણેય મુખ્ય હોદ્દેદારો ચડ્યા છે. UADA અને પંચાયતના ઠરાવ માટે 3 લાખની લાંચ માંગવામાં આવી અરજદારની જમીનનો ઝોન ફેરવવા માટે UADA (ઉદવાડા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી) ની TP કમિટીમાં ભલામણ કરવા અને ઉદવાડા ગ્રામ પંચાયતમાં અનુકૂળ ઠરાવ કરી આપવાના બદલામાં પંચાયત તંત્ર દ્વારા 3,00,000ની રકમની માંગણી કરવામાં આવી હતી. જમીન માલિકે આ અંગે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. સરપંચ અને ઉપસરપંચના કહેવાથી મહિલા સભ્યએ સ્વીકાર્યા નાણાં ACB દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન સરપંચ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુ પટેલ અને ઉપસરપંચ સરોદ ઈરાનીના કહેવાથી વોર્ડ નંબર 4ના મહિલા સભ્ય ધર્મિષ્ઠા ઉર્ફે જીગીબેન પટેલે 3,00,000 ની લાંચની રકમ સ્વીકારી હતી. મહિલા સભ્ય રંગેહાથ લાંચ લેતા ઝડપાઈ જતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વલસાડ-ડાંગ ACB પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ આ સમગ્ર મામલે વલસાડ-ડાંગ ACB પોલીસ સ્ટેશનમાં સરપંચ ધર્મેન્દ્ર પટેલ, ઉપસરપંચ સરોદ ઈરાની અને મહિલા પંચાયત સભ્ય ધર્મિષ્ઠા પટેલ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી દેવામાં આવ્યો છે. જાહેર સેવકના હોદ્દાનો દુરુપયોગ કરી ગેરકાયદે નાણાં મેળવવાના આ ગુનામાં ACBએ વધુ તપાસ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ પણ વાંચો - Valsad: ઘોંઘાટ કરતા વાહનો સામે કાર્યવાહી ફેન્સી સાયલેન્સરવાળી 10 બુલેટ જપ્ત કરાઈ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan