crime
Vav Tharad News: લાખણીમાં નવા બની રહેલા રોડ પર ફરી ડામરનો છંટકાવ, વાહનચાલકોને ભારે હાલાકી
વાવ થરાદ વિસ્તારના લાખણી તાલુકામાં નવા બની રહેલા માર્ગોની નબળી ગુણવત્તા અને કામગીરી સામે સ્થાનિક રહીશો તથા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આગથળા-ધુણસોલ-ધાનેરા રોડ પર કરવામાં આવેલી કામગીરીને લઈને તંત્ર અને કોન્ટ્રાક્ટરની નીતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.નવા બનેલા રોડ પર અચાનક ફરીથી ડામરનો છંટકાવ કરવામાં આવતાં વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાવ થરાદના લાખણીમાં રોડની કામગીરી નબળી ચાર દિવસ પહેલાં જ આ માર્ગ પર મોટા પ્રમાણમાં ડામરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.રોડ પરથી પસાર થતાં નાનાં-મોટાં વાહનો પર આ ડામર ઉડીને ચોંટી રહ્યો છે.જેના કારણે વાહનોના કલર અને બોડીને મોટું નુકસાન થવાનો ભય વાહનચાલકો વ્યક્ત કરી રહ્યા છે.કાળઝાળ ગરમી અને ડામરના થરને કારણે દ્વિચક્રી વાહનચાલકો માટે અહીંથી પસાર થવું જોખમી બની ગયું છે.સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ રોડના નિર્માણકાર્ય સામે આકરા આક્ષેપો કરતાં જણાવ્યું છે કે, શરૂઆતથી જ આ રોડની કામગીરી અત્યંત હલકી ગુણવત્તાની કરવામાં આવી છે. ભ્રષ્ટ નીતિ અપનાવનાર એજન્સી સામે કાર્યવાહીની માગ રોડ બનતાંની સાથે જ તૂટવા લાગતાં પોતાની નબળી કામગીરી અને ખોટુ કામ ઢાંકવા માટે જ કોન્ટ્રાક્ટર દ્વારા ઉતાવળે ડામરનો છંટકાવ કરી દેવામાં આવ્યો છે.સ્થાનિકોએ આ કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.ગામજનોની માગ છે કે સંબંધિત વહીવટી તંત્ર અને માર્ગ-મકાન વિભાગ દ્વારા આ રોડની ગુણવત્તાની તટસ્થ તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટ નીતિ અપનાવનાર એજન્સી સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. આ પણ વાંચોઃ Anand News: ખંભાતમાં દુષ્કર્મ કેસના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, એક દિવસના રિમાન્ડ મંજૂર
Read full article on Sandesh