Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

VBYLD 2027માં યુવાનોને મળશે મોટી તક, 22 ભાષામાં ક્વિઝની તૈયારી, 1500 યુવાનો થશે સામેલ

📰 Sandesh 🕐 1 min read 📅 August 19, 2026 👁 7 views
VBYLD 2027માં યુવાનોને મળશે મોટી તક, 22 ભાષામાં ક્વિઝની તૈયારી, 1500 યુવાનો થશે સામેલ
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ (VBYLD) 2027ને વધુ વ્યાપક અને સમાવેશી બનાવવામાં આવ્યો છે. તેનો હેતુ દેશના યુવાનોને માત્ર ભવિષ્યના નેતા તરીકે નહીં, પરંતુ સક્ષમ 'રાષ્ટ્ર નિર્માતા' તરીકે તૈયાર કરવાનો છે. VBYLDના બે સફળ સંસ્કરણ બાદ હવે ત્રીજા સંસ્કરણની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કાર્યક્રમમાં અનેક નવા ફેરફાર કરવામાં આવ્યા VBYLD 2027નું આયોજન 10થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે થશે. આ વખતે કાર્યક્રમમાં અનેક નવા ફેરફાર કરવામાં આવ્યા છે. યુવાનોની વધુમાં વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ક્વિઝનું આયોજન દેશની 22 ભાષાઓમાં કરવામાં આવશે. આ ઉપરાંત પ્રથમ વખત 'યુથ એન્ટરપ્રેન્યોરશિપ ચેલેન્જ'ને કાર્યક્રમના મુખ્ય ટ્રેકમાં સામેલ કરવામાં આવ્યું છે. યુથ પાર્લામેન્ટના નેશનલ ફાઇનલિસ્ટ્સને પણ VBYLDના નેશનલ ઇવેન્ટ સાથે જોડવામાં આવશે. દરેક રાજ્ય પોતાની પ્રાદેશિક જરૂરિયાતો અને પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને 'સ્ટેટ VBYLD'નું આયોજન કરશે. કેવી રીતે થશે પસંદગી? 'વિકસિત ભારત ચેલેન્જ'ની શરૂઆત 15 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી ચાલનારી ડિજિટલ ક્વિઝથી થશે. ત્યારબાદ 5થી 19 ઓક્ટોબર સુધી એશે રાઉન્ડ, 10થી 16 નવેમ્બર દરમિયાન જિલ્લા ચેમ્પિયનશિપ PPT રાઉન્ડ અને 17 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી સ્ટેટ VBYLD રાઉન્ડ યોજાશે. અંતે 10થી 12 જાન્યુઆરીએ નેશનલ રાઉન્ડ યોજાશે. કેન્દ્રશાસિત પ્રદેશમાંથી 30 યુવાનો સામેલ થશે રાષ્ટ્રીય કાર્યક્રમ માટે કુલ 1,500 યુવાનોની પસંદગી કરવામાં આવશે. તેમાં દરેક રાજ્યમાંથી 45 અને દરેક કેન્દ્રશાસિત પ્રદેશમાંથી 30 યુવાનો સામેલ થશે. પસંદ થયેલા યુવાનો ગવર્નન્સ, ક્લાઈમેટ સિક્યુરિટી, હ્યુમન કેપિટલ, સસ્ટેનેબિલિટી, એન્ટરપ્રેન્યોરશિપ, ટેક્નોલોજી, બ્લૂ ઇકોનોમી અને ગ્લોબલ કોમ્પિટિટિવનેસ જેવા વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. યુવાનોને MY Bharat Portal પર રજીસ્ટર કરીને વિકસિત ભારત ક્વિઝમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે. આ પણ વાંચો : TMC સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી, ભારતીય સેના વિશે વિવાદાસ્પદ કોમેન્ટ કરવાનો આરોપ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan