Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

વડોદરામાં સાયકલ રેલીને પગલે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર:કાલે સવારે સવારે 7 વાગ્યાથી રેલી પૂર્ણ થાય ત્યાં સુધી વિવિધ માર્ગો પર વાહનવ્યવહાર પ્રતિબંધિત, વૈકલ્પિક માર્ગો જાહેર

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 29, 2026 👁 1 views
વડોદરામાં સાયકલ રેલીને પગલે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર:કાલે સવારે સવારે 7 વાગ્યાથી રેલી પૂર્ણ થાય ત્યાં સુધી વિવિધ માર્ગો પર વાહનવ્યવહાર પ્રતિબંધિત, વૈકલ્પિક માર્ગો જાહેર
વડોદરા શહેર પોલીસ દ્વારા આવતીકાલે તા. 30 ઓગસ્ટના રોજ સવારે 7 વાગ્યાથી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સાયકલ રેલી સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી નીકળી પોલીસ ભવન ખાતે પૂર્ણ થશે. રેલી દરમિયાન વાહનચાલકોને અગવડ ન પડે અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વિવિધ માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન અને જાહેર એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. સાયકલ રેલીનો રૂટ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી અંબાલાલ ચાર રસ્તા, સૈનિક છાત્રાલય સર્કલ, ડભોઈ ચાર રસ્તા, નિઝામપુરા રોડ, ફતેગંજ સર્કલ, નરહરી સર્કલ, કાલાઘોડા સર્કલ, બરોડા ઓટો મોબાઈલ, જેલ રોડ થઈ પોલીસ ભવન સુધીનો રહેશે. પોલીસ દ્વારા વાહનચાલકોને ટ્રાફિક ડાયવર્ઝનનું પાલન કરવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. રેલી દરમિયાન ફતેગંજ, નરહરી, કાલાઘોડા અને બરોડા ઓટો મોબાઈલ સહિતના વિસ્તારોમાં જરૂરિયાત મુજબ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ક્લિયર કરવામાં આવશે. આ રેલીનો મુખ્ય હેતુ વડોદરાના નાગરિકો અને પોલીસ કર્મચારીઓમાં શારીરિક સ્વાસ્થ્ય અને નિયમિત કસરત પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો, માર્ગ સલામતી માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો સંદેશ આપવાનો, અને યુવાનોને નશાની કુટેવોથી દૂર રાખી 'ડ્રગ ફ્રી વડોદરા'નું નિર્માણ કરવાનો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan