crime
વહેલી સવારે અકોટા દાંડિયાબજાર રોડ પર નશેબાજ કારચાલકે માતા પુત્રને અડફેટે લેતા માતાનું મોત
વહેલી સવારે અકોટા દાંડિયાબજાર બ્રિજના છેડે પૂરપાટ ઝડપે આવતી કારે માતા-પુત્રને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં 55 વર્ષીય મધુબેન માળીનું કરૂણ મૃત્યુ થયું છે, જ્યારે પુત્ર સુનીલને ઇજા પહોંચી છે. ખંડેરાવ માર્કેટ જતા સમયે આ ઘટના બની હતી. રાવપુરા પોલીસે ગુનો નોંધી કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કારચાલકે દારૂ પીધો હોવાનું પણ સામે આવ્યું છે.
Read full article on Gujaratsamachar