top
VIDEO: આવી રીતે કાર હંકારાય ?
આ તો કાંઈ રીત છે કાર હંકારવાની? સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ટ્રાફિકથી સતત ધમધમતા રસ્તા પર એક કારચાલક બેફામ રીતે કાર હંકારીને નીકળ્યો છે. જાગૃત નાગરિકે આ ઘટનાને કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. મહત્વનું છે કે બેફામ રીતે કાર દોડાવી રહેલા નબીરાને સ્થાનિકોએ રોકવાના પ્રયાસ કર્યા પરંતુ સર્પાકાર રીતે તેણે પોતાની કારને હંકારી મૂકી હતી. તો નવાઈની બાબત એ છે કે જે સ્થળેથી કારચાલક પસાર થયો ત્યાં જ પોલીસ સ્ટેશન હોવા છતાં કારચાલકને જાણે કોઈને ડર ન હોય તેમ કાર દોડાવી હતી. ત્યારે ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. જો કે હવે જોવું જ રહ્યું કે પોલીસ દ્વારા વાહન ચાલકને કાયદાનો પાઠ ભણાવવામાં આવે છે કે નહીં.
Read full article on News18 Gujarati