politics
VIDEO : ‘વંદે માતરમ્’ના કથિત અપમાન મામલે સોનિયા ગાંધી સામે પોલીસ ફરિયાદ, ભાજપ નેતાએ કરી FIRની માંગ
મેંગલુરુના ઉર્વા પોલીસ સ્ટેશનમાં ભાજપ નેતાઓ દ્વારા કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સ્વતંત્રતા દિવસ પર 'વંદે માતરમ' ગાન સમયે તેમના હાવભાવને લઈ વિવાદ થયો હતો. ભાજપ નેતા વિકાસ પુત્તુરે જણાવ્યું કે, સોનિયા ગાંધીએ રાષ્ટ્રગીત રોકવા પ્રયાસ કર્યો હતો. વંદે માતરમનું અપમાન કરનારા સામે કાયદેસર કાર્યવાહીની માંગ સાથે FIR કરવાની રજૂઆત કરાઈ છે. જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
Read full article on Gujaratsamachar