Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

વિદેશી નેતાઓ પર કમેન્ટ પર MEAની સલાહ:કોઈપણ મુદ્દાને સન્માનપૂર્વક ઉઠાવો, રાહુલ ગાંધીએ વિદેશ નીતિ પર ટિપ્પણી કરી હતી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 14, 2026 👁 8 views
વિદેશી નેતાઓ પર કમેન્ટ પર MEAની સલાહ:કોઈપણ મુદ્દાને સન્માનપૂર્વક ઉઠાવો, રાહુલ ગાંધીએ વિદેશ નીતિ પર ટિપ્પણી કરી હતી
વિદેશ મંત્રાલયે વિદેશી નેતાઓ સંબંધિત રાજકીય ટિપ્પણીઓમાં સંયમ અને સન્માન જાળવવા આહ્વાન કર્યું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારતના ઇટાલી સાથે મજબૂત સંબંધો છે અને તે આ સંબંધોને વધુ મજબૂત કરવા માગે છે. જયસ્વાલે કોઈનું નામ લીધું ન હતું. પરંતુ, તેમનો ઇશારો રાહુલ ગાંધી તરફ હોઈ શકે છે કારણ કે, એક દિવસ પહેલા જ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ પર કટાક્ષ કર્યો હતો. ગુરુવારે દિલ્હીમાં યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય સંમેલનમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પીએમ મોદીની વિદેશ નીતિ નેતાઓને ગળે લગાવવા સુધી જ સીમિત રહી ગઈ છે. આ દરમિયાન મંચ પરથી કોંગ્રેસ નેતાએ ઇટાલીના પ્રેસિડેન્ટ મેલોનીનું નામ લઈને પણ કમેન્ટ કરી હતી. સંદીપે કહ્યું- તમે મને મેલોની સમજીને તો પકડ્યો નહોતો ને રાહુલ ગાંધીએ પીએમ મોદીની વિદેશ નીતિ પર નિશાન સાધતા કહ્યું હતું કે પીએમની રાજનીતિ વિદેશી નેતાઓને ગળે લગાવવા સાથે કંઈક વધારે જ જોડાયેલી છે. મને ખબર નથી કે તેમને આ વિચાર ક્યાંથી આવ્યો. તેમને લાગે છે કે ગળે લગાવવું એ જ વિદેશ નીતિ છે. આવું કહેતા રાહુલે મંચ પર કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતને ગળે લગાડી લીધા. ત્યારે, દીક્ષિતે મજાક કરતા કહ્યું હતું- તમે મને મેલોની સમજીને તો પકડ્યો નહોતો ને?" રાહુલે જવાબ આપ્યો- હું હજી ત્યાં સુધી પહોંચ્યો નથી. તેમની આ વાતથી લોકો હસી પડ્યા. વિદેશ નીતિ પર જે વાતો કહી, તે હલકી અને નિંદનીય છે: રાજનાથ સિંહ ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને કરવામાં આવેલી ટિપ્પણીઓ અને તેમની મજાક ઉડાવવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આકરી ટીકા કરી છે અને તેમના નિવેદનને અસભ્ય, અશ્લીલ અને અસંસ્કારી ગણાવતા તેમના વર્તનને લોકશાહી માટે ખતરાનો સંકેત ગણાવ્યો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું- ગઈકાલે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી અને ભારતની વિદેશ નીતિ પર જે વાતો કહી, તે હલકી અને નિંદનીય છે. આ મારા માટે પણ વ્યક્તિગત રીતે દુઃખદ છે. કોઈ નેતાનું આવું વર્તન એક સ્વસ્થ લોકશાહી માટે ગંભીર ખતરો છે. ગુરૂવારે અધિવેશનમાં આપવામાં આવેલી રાહુલના ભાષણની 4 અન્ય વાતો...
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan