top
VIP ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં 3 મહિના પહેલા ચોરીને અંજામ આપનાર ઝડપાયો:ગંગાજળિયા પોલીસે ₹32,100નો મુદ્દામાલ કબ્જે કરી ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો
ભાવનગર શહેરના મોતીતળાવ વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા એક ડેલામાં ત્રણ મહિના પહેલાં થયેલી ₹1.87 લાખની ઘરફોડ ચોરીનો ગંગાજળિયા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમી અને ટેકનિકલ સોર્સીસના આધારે કરચલિયા પરા વિસ્તારના ચાર શખ્સોને ઝડપી પાડી ચોરાયેલા મુદ્દામાલ પૈકી પિત્તળના વાલ્વ કબ્જે કર્યા છે. 8 જૂન, 2026ના રોજ મોતીતળાવ વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ 'લકી એન્ટરપ્રાઇઝ' નામના ડેલાના તાળાં તોડી અજાણ્યા તસ્કરોએ ચોરી આચરી હતી. ગેસના બાટલામાં વપરાતા પિત્તળના નવા વાલ્વ નંગ 225, કિંમત ₹1,42,425 અને ખરાબ વાલ્વનો ભંગાર 150 કિલો, કિંમત ₹45,000 મળી કુલ ₹1,87,425 ના મુદ્દામાલની ચોરી થઈ હતી. ઝડપાયેલા 4 આરોપીઓ ગંગાજળિયા પોલીસની સર્વેલન્સ ટીમે ચારેય આરોપીઓની અટકાયત કરી તેમની પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી ₹32,100ની કિંમતના પિત્તળના 60 વાલ્વ રિકવર કર્યા છે. બાકીનો મુદ્દામાલ કબ્જે કરવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar