Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

વિસાવડામાં વૃદ્ધને ધમકાવી શરણાઈ વગાડવા મજબૂર કર્યાં:બે શખ્સોએ ગાડીમાં બેસાડી ગળામાં દોરડું બાંધી અપહરણ કર્યું, જંગલ વિસ્તારમાં લઈ જઈ માર માર્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 29, 2026 👁 3 views
વિસાવડામાં વૃદ્ધને ધમકાવી શરણાઈ વગાડવા મજબૂર કર્યાં:બે શખ્સોએ ગાડીમાં બેસાડી ગળામાં દોરડું બાંધી અપહરણ કર્યું, જંગલ વિસ્તારમાં લઈ જઈ માર માર્યો
પોરબંદરના વિસાવડા ગામમાં એક વૃદ્ધ કોઈ પ્રસંગમાં શરણાઈ વગાડવા ગયા હતા. તે દરમિયાન તેઓ એક દુકાન પાસે આવ્યાં ત્યારે બે યુવકોએ ધમકી આપી વૃદ્ધને ત્યા દુકાન પાસે જ શરણાઈ વગાડવા મજબૂર કરી તેનું અપહરણ કર્યું હતા. બાદમાં જીવલેણ હુમલો કરવો હતો. જેથી વૃદ્ધને ઈજા પહોંચી છે. આ મામલે બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વૃદ્ધને બળજબરીપૂર્વક શરણાઈ વગાડવા દબાણ કર્યું વિસાવડાના ખોડા સાજણ કેશવાલા અને નાગાજણ કારા ઓડેદરા નામના બે આરોપીઓએ સતાધાર પાન પાસે વૃદ્ધને રોક્યા હતા. તેમણે વૃદ્ધને બળજબરીપૂર્વક શરણાઈ વગાડવા દબાણ કર્યું હતું. આ દરમિયાન એક આરોપીએ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જ્યારે બીજા આરોપીએ વૃદ્ધના ગળામાં દોરડું નાખી શરણાઈ નહીં વગાડે તો પતાવી દેવાની ધમકી આપી હતી. આરોપીઓએ તેની પાસેથી શરણાઈ ઝૂંટવી લીધી ડરના માર્યા વૃદ્ધ શરણાઈ વગાડતા રહ્યા હતા. જોકે, તેને મોડું થતું હોવાનું જણાવતાં આરોપીઓએ તેની પાસેથી શરણાઈ ઝૂંટવી લીધી હતી. ત્યારબાદ તેને મોટરસાયકલ પર બેસાડી વિસાવડા સ્મશાન નજીક કેનાલ કાંઠે આવેલા બાવળના જંગલ વિસ્તારમાં લઈ ગયા હતા. રસ્તામાં પણ ગળામાં દોરડું રાખી વૃદ્ધને અટકાવી રાખ્યો હતો. બાવળની કાંટાળી જગ્યામાં પહોંચ્યા બાદ આરોપીઓએ વૃદ્ધને ફરી શરણાઈ વગાડવા મજબૂર કર્યો હતો. બંને આરોપીઓએ ઢીકાપાટુનો માર માર્યો ગળા પર દોરડુ રાખવાના કારણે વૃદ્ધને ઉધરસ આવતા તેણે શરણાઈ વગાડવાનું બંધ કર્યું હતું. આથી બંને આરોપીઓએ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો. એક આરોપીએ વૃદ્ધના ડાબા ગાલ પર મુક્કો મારતાં તેની નીચેની દાઢ તૂટી ગઈ હતી અને લોહી નીકળવા લાગ્યું હતું. જે બાદ વૃદ્ધ નીચે પડી જતાં એક આરોપીએ તેને લાતો મારી હતી. આ ઉપરાંત, બીજા આરોપીએ મોટા પથ્થર વડે વૃદ્ધના માથામાં હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વૃદ્ધ ખસી જતાં તે બચી ગયો હતો. ફરીથી પથ્થર વડે હુમલો કરવાનો પ્રયાસ થતાં પણ વૃદ્ધ કોઈ રીતે બચવામાં સફળ રહ્યા હતા. વૃદ્ધ બાવળની કાંટાળી ઝાડીઓમાંથી ભાગી ગયા પોતાનો જીવ બચાવવા માટે વૃદ્ધ બાવળની કાંટાળી ઝાડીઓમાંથી ભાગી ગયા હતા અને કેનાલ કાંઠે આવેલા ખાડામાં છુપાઈ ગયા હતા. આ સમગ્ર બનાવ અંગે વૃદ્ધે ખોડા સાજણ કેશવાલા અને નાગાજણ કારા ઓડેદરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. શરણાઈ વગાડવાની ફરજ પાડવાથી શરૂ થયેલો આ વિવાદ ગળાફાંસો, મારામારી અને જીવલેણ હુમલાના પ્રયાસ સુધી પહોંચતા વિસાવડા પંથકમાં ચકચાર મચી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan