Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

વલસાડમાં આશા વર્કરોએ DDOને આવેદન આપ્યું:2 વર્ષથી બાકી પ્રોત્સાહક રકમ ચૂકવવા અને નિયમિત વેતનની માંગ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 24, 2026 👁 3 views
વલસાડમાં આશા વર્કરોએ DDOને આવેદન આપ્યું:2 વર્ષથી બાકી પ્રોત્સાહક રકમ ચૂકવવા અને નિયમિત વેતનની માંગ
વલસાડ જિલ્લામાં આશા વર્કર બહેનોએ તેમના પડતર પ્રશ્નો અંગે જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી (CDHO)ને આવેદનપત્ર પાઠવ્યું છે. 'મહિલા શક્તિ સેના'ના બેનર હેઠળ એકત્ર થયેલી આ મહિલા કર્મીઓએ છેલ્લા બે વર્ષથી બાકી પ્રોત્સાહક રકમ તાત્કાલિક ચૂકવવાની માંગ કરી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, ગામડાઓ અને દુર્ગમ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડતી આશા વર્કર બહેનોને છેલ્લા બે વર્ષથી વિવિધ કામગીરીનું પ્રોત્સાહક ભથ્થું કે મહેનતાણું ચૂકવવામાં આવ્યું નથી. મોંઘવારીના આ સમયમાં બાળકોની ફી, પુસ્તકો અને ઘરખર્ચ કાઢવામાં તેમને મુશ્કેલી પડી રહી છે. આશા વર્કરો દ્વારા આધાર કાર્ડ સંબંધિત કામગીરી, આભા (ABHA) કાર્ડ બનાવવા, પી.એમ.જે.વાય.સી. (PMJAY) સંબંધિત ફોર્મ ભરાવવા, ટીબી (TB) સંબંધિત માહિતી એકત્ર કરવી અને ગરીબ તથા જરૂરિયાતમંદ પરિવારો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા જેવી અનેક મહત્વપૂર્ણ કામગીરીઓ કરવામાં આવે છે. 'મહિલા શક્તિ સેના'ની મુખ્ય માંગણીઓમાં વલસાડ જિલ્લાની તમામ આશા વર્કર બહેનોને છેલ્લા બે વર્ષનું બાકી ભથ્થું તાત્કાલિક ચૂકવવું, તાલુકાવાર વિગતો તૈયાર કરી સરકારી ખાતામાં રકમ જમા કરવી અને ભવિષ્યમાં નિયમિત માસિક ચૂકવણીની વ્યવસ્થા ગોઠવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કરવામાં આવેલી કાર્યવાહી અંગે લેખિતમાં જવાબ આપવાની પણ માંગ કરવામાં આવી છે. જો આ અંગે યોગ્ય અને સકારાત્મક કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં વિરોધ વધુ તીવ્ર બનાવવાની ચીમકી પણ આશા વર્કર બહેનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan