Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

વલસાડની પી.કે.ડી. વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ શિક્ષક બની શિક્ષણ આપ્યું:શિક્ષક દિન નિમિત્તે 90 વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા નિભાવી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 5, 2026 👁 2 views
વલસાડની પી.કે.ડી. વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ શિક્ષક બની શિક્ષણ આપ્યું:શિક્ષક દિન નિમિત્તે 90 વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા નિભાવી
વલસાડ તાલુકાના અટાર ગામમાં આવેલી નવસર્જન કેળવણી મંડળ સંચાલિત પી.કે.ડી. વિદ્યાલયમાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણવિદ્ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે ઉજવાય છે.આ ઉજવણી અંતર્ગત શાળાના 90 વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા ભજવી હતી. તેમણે વર્ગમાં શિક્ષણકાર્ય કરાવીને શિક્ષક બનવાનો અનોખો અનુભવ મેળવ્યો હતો. આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં શિક્ષકો પ્રત્યે આદરની ભાવના કેળવવાનો હતો. સાથે જ, તેમને શિક્ષકની જવાબદારીઓ, તેમનું મહત્વ અને પડકારોનો સીધો અનુભવ કરાવવાનો પણ ઉદ્દેશ હતો.આ પ્રસંગે શાળાના શિક્ષકોએ શિક્ષકની ભૂમિકા ભજવનાર તમામ વિદ્યાર્થીઓ માટે નાસ્તાની વ્યવસ્થા કરી હતી. નવસર્જન કેળવણી મંડળના પ્રમુખ ભીખુભાઈ દેસાઈ અને મંત્રી ડૉ. દીપકભાઈ દેસાઈએ આ પહેલ બદલ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.તેમણે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પણ આવી રચનાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan