Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

વૃદ્ધને ઠગવાની સાયબર ઠગોની ચાલ ઊંધી પડી:સતત 6 દિવસ ડિજિટલ એરેસ્ટ રહીને વૃદ્ધે ગઠિયાઓને મામુ બનાવ્યા, બે લાખ સામે માત્ર 201 ટ્રાન્સફર રી 40 લાખનું ફ્રોડ પકડાવ્યું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 10, 2026 👁 8 views
વૃદ્ધને ઠગવાની સાયબર ઠગોની ચાલ ઊંધી પડી:સતત 6 દિવસ ડિજિટલ એરેસ્ટ રહીને વૃદ્ધે ગઠિયાઓને મામુ બનાવ્યા, બે લાખ સામે માત્ર 201 ટ્રાન્સફર રી 40 લાખનું ફ્રોડ પકડાવ્યું
ડિજિટલ એરેસ્ટ સામે સાઇબર ક્રાઇમ અંગેની જાગૃતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો સામે આવ્યો છે. નકલી પોલીસ અને ઇ.ડી.ના અધિકારી બનીને સાઇબર ઠગોએ એક વૃદ્ધને સતત છ દિવસ સુધી ઘરમાં જ ડિજિટલ એરેસ્ટ રાખી રૂ.2.01 લાખ પડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઠગોની ચાલ સમજી ગયેલા ચતુર વૃદ્ધે સમયસૂચકતા વાપરીને માત્ર 201 રૂપિયા જ ટ્રાન્સફર કર્યા હતા. તેમની આ નાનકડી પણ ચતુર ચાલે ગાંધીનગર સ્થિત સાઇબર સેન્ટર ઓફ એક્સેલન્સને આંતરરાજ્ય સાઇબર ગેંગના રૂ.40 લાખથી વધુના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં મદદ કરી છે. દેશ વિરોધી સંગઠન PFIના આરોપીઓએ તેમનું નામ આપ્યું પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગરના એક વૃદ્ધને સંજય પિસે નામના શખ્સે નાશિકના પોલીસ અધિકારી તરીકે વોટ્સએપ વીડિયો કોલ કર્યો હતો. ખાખી ગણવેશમાં સજ્જ ઠગે દાવો કર્યો હતો કે દેશ વિરોધી સંગઠન PFI ના પકડાયેલા આરોપીઓએ તેમનું નામ આપ્યું છે. મની લોન્ડરિંગના ગુનામાં ધરપકડ કરવાની ધમકી આપી ઠગોએ વૃદ્ધને છ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખ્યા હતા અને સુપ્રીમ કોર્ટ તથા ED ના ખોટા લેટરપેડ બતાવીને બેંક વિગતો મેળવી લીધી હતી. વૃદ્ધ પાસે ₹2.01 લાખ ટ્રાન્સફર કરવા સ્લિપ ભરાવી હતી ઠગ ટોળકીએ એન્ટિસિપેટરી બેલના નામે રૂ. 2.01 લાખ ટ્રાન્સફર કરવા સ્લિપ ભરાવી દીધી હતી. પરંતુ વૃદ્ધને શંકા જતાં તેમણે એસ.બી.આઈ. ખાતામાંથી માત્ર 201 રૂપિયા જ ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ તેમણે તુરંત સાઇબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. જે ખાતામાં ₹201 જમા થયા તે પશ્ચિમ બંગાળનું ખાતું આ અરજી આધારે સાઇબર સેન્ટર ઓફ એક્સેલન્સના અધિકારીઓએ તપાસ કરતાં સામે આવ્યું કે જે બેંક ખાતામાં 201 રૂપિયા જમા થયા હતા તે પશ્ચિમ બંગાળનું ખાતું હતું, પરંતુ અસમથી ઓપરેટ થતું હતું, જેમાં ટૂંકા સમયમાં રૂ. 40 લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન થયું હતું. આ સમગ્ર મામલે નાશિકના બનાવટી પોલીસ, બેંક ખાતાધારક અને અસમની ગેંગ સામે સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર સાયબર પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan