top
વટલાવ શાળા મર્જ થતાં ગ્રામજનોનો ઉગ્ર વિરોધ:ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી; કિસાન સંઘ પ્રમુખની ભૂખ હડતાળ ચીમકી;શિક્ષણ અધિકારીએ શાળા મર્જર નિર્ણય વ્યાજબી ઠેરવ્યો
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વટલાવ ગામે પ્રાથમિક શાળાને મર્જ કરવાના તંત્રના નિર્ણય સામે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. શિક્ષણ વિભાગે શિક્ષકોની બદલી કરી દેતાં રોષે ભરાયેલા ગામલોકોએ શાળાને તાળાબંધી કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વટલાવ ખાતે બાળકોના શિક્ષણના હિતમાં સ્થાનિકોએ આક્રમક વલણ અપનાવી તંત્ર સામે આંદોલન છેડતા પરિસ્થિતિ વણસી છે. સ્થાનિકો દ્વારા આંદોલનની ચીમકી ગામલોકો અને સ્થાનિક આગેવાનોએ પોતાની રજૂઆતો ત્વરિત ધ્યાને લેવા તંત્ર સમક્ષ માંગ કરી છે. ભારતીય કિસાન સંઘના પ્રમુખ ખુમાનસિંહ ચૌહાણે આ મુદ્દે ભૂખ હડતાળ પર ઉતરવાની સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે. નેતાઓ પર જવાબદારીનું નિર્ધારણ આ લડાઈ બાળકોના ભવિષ્ય માટે હોવાનું ખુમાનસિંહ ચૌહાણે જણાવ્યુ છે. તંત્ર નિર્ણય પાછો નહીં ખેંચે તો તેઓ પોતે ભૂખ હડતાળ પર બેસશે. આગળ ઉદ્ભવનારી તમામ પરિસ્થિતિ માટે સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય જવાબદાર રહેશે. શિક્ષણાધિકારીએ નિર્ણય વિદ્યાર્થીઓના ભલા માટે ગણાવ્યો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રીબેન પટેલે આ નિર્ણય વિદ્યાર્થીઓના ભલા માટે લેવાયો હોવાનું સ્પષ્ટ કર્યું છે. સખીદાસની મુવાડી પ્રાથમિક શાળાના શિક્ષકોને વટલાવ ગામની પ્રાથમિક શાળામાં સમાવવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગના નિયમ મુજબ વટલાવ શાળાના શિક્ષકોને તેમની પસંદગી મુજબ બદલીનો આદેશ અપાયો છે.
Read full article on Divya Bhaskar