Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

વટવામાં અકસ્માત બાદ સ્કોર્પિયોમાંથી 120 કફ સીરપની જથ્થો ઝડપાયો:એક્ટિવાને અડફેટે લેતા લોકોએ ડ્રાઇવરને ઝડપ્યો, પોલીસને બોલાવતા શખસનો ભાંડો ફૂટ્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 1, 2026 👁 2 views
વટવામાં અકસ્માત બાદ સ્કોર્પિયોમાંથી 120 કફ સીરપની જથ્થો ઝડપાયો:એક્ટિવાને અડફેટે લેતા લોકોએ ડ્રાઇવરને ઝડપ્યો, પોલીસને બોલાવતા શખસનો ભાંડો ફૂટ્યો
અમદાવાદના વટવા ગામથી ગામડી ચારરસ્તા તરફ જવાના રોડ પર મહાદેવપુરા પાસે એક્ટિવા અને સ્કોર્પિયો કાર વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ નશીલા પદાર્થોનો કારોબાર ઝડપાયો હતો. જેમાં અકસ્માત બાદ એકત્ર થયેલા ટોળાએ ડ્રાઇવરને ઝડપી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે પહોંચી તપાસ કરતા કારમાંથી 120 કફ સીરપની જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. 120 બોટલ કફ સીરપ સહિત 7.21 લાખનો મુદ્દામાલ જપ્ત ​વટવા પોલીસનો સ્ટાફને મેસેજ મળ્યો હતો કે મહાદેવપુરા માટીખાણના રસ્તા પાસે એક સ્કોર્પિયો ગાડી અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એક્ટિવા ચાલક ઈજાગ્રસ્ત થતાં સ્થળ પર લોકોનું મોટું ટોળું એકઠું થયું હતું. જેથી પોલીસ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે માટે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટોળા વચ્ચેથી સ્કોર્પિયો ચાલક શેરસિંગ ધરમસિંગ રાજપૂતને રાઉન્ડઅપ કર્યો હતો. બાદમાં ​ગાડીની તપાસ કરતા બોક્સમાંથી રૂ. 19800ની 120 બોટલ કફ સીરપની મળી આવી હતી. જેથી પોલીસે કુલ રૂ. 7.21 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછપરછ કરતા તે અગાઉ નારોલ ખાતે રાજ ફાર્મા મેડિકલમાં સાથે કામ કરતા નરેશ પટેલ નામના શખ્સ સાથે સંપર્કમાં હતો. અકસ્માત થતાં સમગ્ર નેટવર્કનો પર્દાફાશ નરેશ પટેલે વટવા ભાડીયાનગર ગરનાળા પાસે તેને બોલાવ્યો હતો જ્યાં અન્ય એક અજાણ્યો શખ્સ આ સ્કોર્પિયો ગાડી આપી ગયો હતો. નરેશ પટેલે શેરસિંગને ગાડીમાં કફ સિરપનો જથ્થો હોવાનું કહી ચોક્કસ જગ્યાએ પહોંચાડવા જણાવ્યું હતું. જોકે રસ્તામાં અકસ્માત નડતાં સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થઈ ગયો હતો. 2 શખસ સહિત અજાણ્યા સામે ફરિયાદ નોંધાઈ આ અંગે વટવા પોલીસે પકડાયેલ આરોપી શેરસિંગ રાજપૂત, જથ્થો આપનાર નરેશ પટેલ તથા ગાડી આપી જનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan