Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

West બંગાળની શાળાનાં પુસ્તકોમાં મોટો ફેરફાર! ‘પાની’ની જગ્યાએ ‘જલ’, ‘અબ્બા’ની જગ્યાએ ‘બાબા’ ભણાવાશે!

📰 Sandesh 🕐 1 min read 📅 October 29, 2026 👁 1 views
West બંગાળની શાળાનાં પુસ્તકોમાં મોટો ફેરફાર! ‘પાની’ની જગ્યાએ ‘જલ’, ‘અબ્બા’ની જગ્યાએ ‘બાબા’ ભણાવાશે!
પશ્ચિમ બંગાળની સરકારી શાળાઓમાં ભણાવવામાં આવતાં બાંગ્લા ભાષાનાં પુસ્તકોમાં ટૂંક સમયમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની સરકાર દ્વારા રચવામાં આવેલી અભ્યાસક્રમ સમીક્ષા સમિતિએ પુસ્તકોમાં વપરાતા કેટલાક શબ્દો બદલવા અને ઇતિહાસના અભ્યાસક્રમમાં સુધારા કરવાની ભલામણ કરી છે. પ્રસ્તાવ મુજબ, બાંગ્લા ભાષાનાં પુસ્તકોમાં ‘પાની’ની જગ્યાએ ‘જલ’ અને ‘અબ્બા’ની જગ્યાએ ‘બાબા’ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત, હિન્દુ રાષ્ટ્રવાદી નેતા ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીના જીવનને અભ્યાસક્રમમાં સામેલ કરવા તેમજ મુઘલ શાસન અને માર્ક્સવાદી વિચારધારા સાથે જોડાયેલા કેટલાક પાઠ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાંગ્લા ભાષાનાં પુસ્તકોમાંથી કેટલાક શબ્દો દૂર કરવાની ભલામણ કલ્યાણી યુનિવર્સિટીના પ્રોફેસર દેવાશીષ ચેટર્જી આ અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તક સમીક્ષા સમિતિના વડા છે. તેમણે જણાવ્યું કે સમિતિએ બાંગ્લા ભાષાનાં પુસ્તકોમાંથી ‘પાની’, ‘અબ્બા’ અને ‘અમ્મી’ જેવા શબ્દો દૂર કરવાનો નિર્ણય લીધો છે. તેમના જણાવ્યા અનુસાર, બાંગ્લા ભાષામાં રોજિંદી વાતચીત દરમિયાન આ શબ્દોનો સામાન્ય રીતે ઉપયોગ થતો નથી. તેથી તેમની જગ્યાએ ‘જલ’, ‘બાબા’ અને ‘મા’ જેવા રોજબરોજ વપરાતા શબ્દો મૂકવામાં આવશે. જાન્યુઆરી 2027 સુધીમાં નવાં પુસ્તકો તૈયાર કરવાનું લક્ષ્ય સમિતિનો હેતુ જાન્યુઆરી 2027 સુધીમાં નવાં પાઠ્યપુસ્તકોની પ્રથમ આવૃત્તિ તૈયાર કરવાનો છે. આ ફેરફારો અમલમાં આવ્યા બાદ પશ્ચિમ બંગાળની સરકારી શાળાઓમાં ભણાવવામાં આવતા ભાષા અને ઇતિહાસના અભ્યાસક્રમમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફારો જોવા મળી શકે છે. સમય ઓછો હોવાથી અભ્યાસક્રમમાં મોટા ફેરફાર નહીં દેવાશીષ ચેટર્જીએ જણાવ્યું કે નવાં પુસ્તકો તૈયાર કરવા માટે સમિતિ પાસે ઘણો ઓછો સમય હતો. તેથી અભ્યાસક્રમમાં મોટા ફેરફાર કરવાને બદલે જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે 2 જાન્યુઆરી સુધીમાં નવાં પુસ્તકો ઉપલબ્ધ કરાવવાનાં છે. આ માટે 12 કરોડથી વધુ પુસ્તકો છાપવાનાં છે. આટલા ઓછા સમયમાં અભ્યાસક્રમમાં મોટા ફેરફાર કરવા શક્ય નહોતા. તેથી સમિતિએ આ વખતે માત્ર જરૂરી સુધારા કર્યા છે અને કેટલીક ભૂલો પણ સુધારી છે.સમિતિના જણાવ્યા અનુસાર,નવા અભ્યાસક્રમમાં ફેરફાર કરતી વખતે સમયમર્યાદા અને મોટી સંખ્યામાં પુસ્તકો છાપવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખવામાં આવી છે. ઇતિહાસનાં પુસ્તકોમાં સિનૌલી અને રાખીગઢીની શોધોનો સમાવેશ પશ્ચિમ બંગાળનાં નવાં ઇતિહાસનાં પુસ્તકોમાં ઉત્તર પ્રદેશના સિનૌલી અને હરિયાણાના રાખીગઢીમાં થયેલી પુરાતત્ત્વીય શોધોનો સમાવેશ થશે. સમિતિના વડા દેવાશીષ ચેટર્જીના જણાવ્યા અનુસાર, આ શોધો આર્યોના ભારતમાં આગમન અંગેના પ્રચલિત સિદ્ધાંતો પર સવાલો ઊભા કરે છે. મુઘલ શાસનના પાઠ ઘટશે, સાહિત્યમાં પણ ફેરફાર નવા અભ્યાસક્રમમાં મુઘલ શાસન, બ્રિટિશ શાસન અને માર્ક્સવાદ સાથે જોડાયેલા કેટલાક પાઠ ઘટાડવામાં આવશે. બીજી તરફ, રવીન્દ્રનાથ ટાગોરની ‘શિવાજી ઉત્સવ’ કવિતા અને દ્વિજેન્દ્રલાલ રોયનું ‘મેવાડ પતન’ નાટક સામેલ થશે. જ્યારે સિરાજુદ્દૌલા પર આધારિત નાટક અને ટાગોરની ‘આફ્રિકા’ કવિતા દૂર કરવામાં આવશે. મમતા સરકારના સમયના પાઠ પણ દૂર થશે મમતા બેનર્જીની સરકાર દરમિયાન ઉમેરાયેલા સિંગુર જમીન આંદોલન અને કન્યાશ્રી યોજનાના પાઠ પણ નવા અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવશે. શાળાઓમાં મોબાઇલ પર પ્રતિબંધ અને પાસ-નાપાસની વ્યવસ્થા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ 25 ઓક્ટોબરે શાળાઓમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ, નાપાસ ન કરવાની નીતિ બંધ કરવા અને NCC ફરી શરૂ કરવા અંગે વિચારણા કરવાની વાત કરી હતી. તેમણે NCC, NSS અને વ્રતચારી કાર્યક્રમોને સહઅભ્યાસ પ્રવૃત્તિઓ તરીકે ફરી શરૂ કરવાની તરફેણ પણ કરી હતી. આ ફેરફારો અમલમાં આવે તો રાજ્યની સરકારી શાળાઓની શિક્ષણ પદ્ધતિમાં મોટા ફેરફારો થઈ શકે છે. વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan