crime
યુટ્યુબરે ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો:પૂર્વ પત્ની સાથે પારિવારિક ઝઘડા કારણે ગેરકાયદે રિવોલ્વર રાખી ફરતા શખ્સની SOGએ કરી ધરપકડ, અગાઉ DCBએ ઝડપી પાડ્યો'તો
રાજકોટ શહેર SOG ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, જામનગર રોડ ભીસ્તીવાડ સ્લ્મ ક્વાર્ટર નજીક એક શખ્સ ગેરકાયદે હથિયાર સાથે ઉભો છે જેથી પોલીસ સ્થળ પર પહોંચી તપાસ કરતા યાકુબ મોટાણી નામનો શખ્સ ગેરકાયદે દેશી બનાવટની રિવોલ્વર સાથે મળી આવ્યો હતો જેથી પોલીસે આરોપી યાકુબ મોટાણીની ધરપકડ કરી 5000ની રિવોલ્વર અને 30,000નો મોબાઈલ મળી કુલ કુલ 35,000ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી દ્વારા 3 વર્ષ પહેલા મધ્યપ્રદેશના ડેપ્લેયર રાજાવટ ઉર્ફે રાજા ભૈયા પાસેથી હથિયાર ખરીદ કર્યું હોવાની કબૂલાત આપતા પોલીસે સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે આ ઉપરાંત આરોપીને પરિવારીકે ઝઘડા ચાલતા હોવાથી હથિયાર રાખતો હોવાની કબૂલાત આપી હતી. ઉલ્લેખનીય છે કે પોકીસ તપાસમાં આરોપી અગાઉ પણ એક વખત ગેરકાયદે હથિયાર લાવ્યો હતો આ સમયે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો જે બાદ ફરી બે અઢી વર્ષ પહેલા હથિયાર ખરીદ કર્યું હતું જેથી આજે SOG દ્વારા તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દંપતી વચ્ચે ઝઘડો થતાં પરપ્રાંતિય યુટ્યુબરે ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો મુળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ કોઠારિયા રોડ પર રણુજા સોસાયટીમાં રહેતા રાહુલ જીતેન્દ્રભાઇ વ્યાસ (ઉ.વ.32) નામના યૂટ્યુબરે પોતાના ઘરે સવારના 10 વાગ્યા આસપાસ પંખામાં ચાદર બાંધી ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર રાહુલ વ્યાસ એક ભાઇ બે બહેનમાં નાનો હતો તેને સંતાનમાં એક પુત્રી છે. રાહુલ વ્યાસ યૂટ્યુબર છે અને વીડિયો બનાવે છે તેની પત્નીએ કોમ્પ્યુટરમાંથી પોતાની આઇડી ડિલીટ કરવાનુ કહેતા દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. પત્ની સાથે ઝઘડો થતા યૂટ્યુબરે માઠું લાગતા આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ઘરી છે. માવતરે આંટો મારવા આવેલી પરિણીતાને નાની બહેન સાથે ઝઘડો થતા જ્વલનશીલ પ્રવાહી પીધું રાજકોટ શહેરમાં નાણાવટી ચોક પાસે પરમેશ્વર સોસાયટીમાં માવતરે આંટો આવેલી પરિણીતાએ નાની બહેન સાથે ઝઘડો થતા જ્વલનશીલ પ્રવાહી પી લીધુ હતું જેમાં પરિણીતાની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઉપલેટામાં સાસરીયુ ધરાવતી મહેકબેન નવાઝભાઇ કુરેશી (ઉ.વ.20) નામની પરિણીતા નાણાવટી ચોક પાસે પરમેશ્વર સોસાયટીમાં પોતાના પિતાના ઘરે આંટો આવી હતી દરમિયાન નાની બહેન સાથે નજીવા પ્રશ્ને ઝઘડો થતા જવલનશીલ પ્રવાહી પી લીધું હતું પરિણીતાની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉછીના આપેલા પૈસાની લેતી-દેતી મામલે પિતા-પુત્રએ છરી વડે કર્યો હુમલો રાજકોટના વિજયભાઈ રામદાસભાઇ ચૌહાણ (ઉ.વ.42)ની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે બાબરાના કોટડાપીઠામાં રહેતા કેશુ માથાસુરીયા, તેના બે પુત્રો સંજય કેશુ અને જાડો કેશુ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. ગઇકાલે તા.11.08.2026ના રોજ ઘરે હતા ત્યારે દોઢેક વર્ષ પહેલા તેણે જેની પાસેથી 5 લાખ ઉછીના લીધા હતા તે આરોપી કેશુ તેના બને પુત્રો સાથે ઘરે ઘસી આવ્યા હતા અને બાદમાં આરોપી કેશુએ પૈસાની ઉઘરાણી શરૂ કરી પૈસાની માંગણી કરી હતી જેથી તેને મે તમારા પૈસા તમને પરત આપી દીધા છે. હવે મારે તમને કોઇ પૈસા આપવાના બાકી રહેતા નથી. તેમ કહેતા ત્રણેય આરોપીઓ માથાકુટ કરવા લાગ્યા હતાં. બાદમાં ગાળો આપતા તેને ગાળો આપવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાઇ આરોપીઓ ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતાં આ સમયે સંજયે તેના નેફામાંથી છરી કાઢી તેને મારવા જતા છરી પકડી લીધી હતી જેના કારણે તેને હાથમાં લાગી જતા લોહી નિકળવા લાગ્યુ હતું. સોલાર ફિટિંગના કોન્ટ્રાક્ટર પર રૂપિયાની લેતી-દેતીમાં ઘર નજીક જ સાતેક શખસોનો હુમલો રાજકોટના મોરબી રોડ પર આવેલ સાગર પાર્કમાં રહેતા અને સોલાર ફિટિંગનો કોન્ટ્રાક્ટ રાખી પરિવારનું ગુજરાન ચલાવતા 35 વર્ષીય અજીમભાઈ ગનીભાઈ ધોણીયા રાત્રે અજીમભાઈ પોતાની સાઈડ પરથી કામ પતાવીને ઘરે પરત ફર્યા હતા અને પોતાની શેરીમાં કાર પાર્ક કરી રહ્યા હતા તે જ સમયે બે કારમાં આવેલા તમામ આરોપીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને કારમાંથી નીચે ઉતરી અજીમભાઈને ઘેરી લીધા હતા. આરોપી રાજાએ અજીમભાઈને પૂછ્યું હતું કે "તારો ભાઈ આવેશ ક્યાં છે?" અજીમભાઈએ પોતાને આ બાબતે જાણ ન હોવાનું કહેતા રાજાએ જણાવ્યું હતું કે તારા ભાઈ પાસેથી અમારે સાત લાખ રૂપિયા લેવાના નીકળે છે અને તે રૂપિયા તારે આપી દેવા પડશે. જ્યારે અજીમભાઈએ આ નાણાં આપવાની સ્પષ્ટ ના પાડી, ત્યારે ઉશ્કેરાયેલા આરોપીઓએ તેમને ગાળો આપીને ઢોર માર મારવાનું શરૂ કરી દીધું હતું. બોલાચાલી અને અવાજ વધતા આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા અને વચ્ચે પડીને અજીમભાઈને આરોપીઓના ચંગુલમાંથી છોડાવ્યા હતા. લોકોનું ટોળું ભેગું થઈ જતાં આરોપીઓ ત્યાંથી ભાગવા લાગ્યા હતા, પરંતુ જતાં-જતાં આરોપી રાજાએ અજીમભાઈને ધમકી આપતા કહ્યું હતું કે આ વખતે તો તને જીવતો જવા દઈએ છીએ, પણ હવે પછી જો અમારી સામે ઊંચા અવાજે વાત કરી છે તો જાનથી મારી નાખીશું. હાલ આ મામલે બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar