top
યુવકને વીજપોલ સાથે બાંધી માર માર્યો:પ્રભાસ પાટણમાં ચોરીના આરોપસર સ્થાનિકોએ પોલીસને સોંપ્યો
વેરાવળના પ્રભાસ પાટણ બાયપાસ સ્થિત પ્રભાસ નગર-3માં એક યુવકને ચોરીના આરોપસર વીજપોલ સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો. સ્થાનિકોએ આ યુવકને પકડી પોલીસને સુપરત કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટના બે દિવસ પૂર્વે બની હોવાનું મનાય છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે સ્થાનિક લોકો યુવકને વીજપોલ સાથે બાંધીને માર મારી રહ્યા છે. વીડિયોમાં યુવક પોતે પથ્થર મળતાં બેલાની ચોરી કરવા આવ્યો હોવાનું જણાવી રહ્યો છે. તેણે પોતાને કોડીનારના મી ગામનો રહેવાસી ગણાવ્યો હતો. જોકે, પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આ યુવક કોડીનારના મીતિયાજ ગામનો રહેવાસી છે અને છેલ્લા બે દિવસથી ગુમ હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે તેનું માનસિક સ્વાસ્થ્ય બરાબર નથી. તે ચોરીના ઇરાદે નહીં, પરંતુ તેની માનસિક સ્થિતિના કારણે તે સ્થળે પહોંચ્યો હતો. પોલીસે યુવકને તેના માતા-પિતાને સુપરત કર્યો છે.
Read full article on Divya Bhaskar