Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

અર્ટિગા કાર ચાલકે રોડ ક્રોસ કરતા વૃદ્ધને જોરદાર ટક્કર મારી:દીતાસણ હાઈવે પરના અકસ્માતમાં ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર સમયે મોત, કાર ચાલકને ટોલનાકા પાસેથી સ્થાનિકોએ ઝડપી પાડ્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 30, 2026 👁 1 views
અર્ટિગા કાર ચાલકે રોડ ક્રોસ કરતા વૃદ્ધને જોરદાર ટક્કર મારી:દીતાસણ હાઈવે પરના અકસ્માતમાં ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર સમયે મોત, કાર ચાલકને ટોલનાકા પાસેથી સ્થાનિકોએ ઝડપી પાડ્યો
મહેસાણા તાલુકાના દીતાસણ હાઈવે પરા વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા 33 વર્ષીય દિલીપજી વિરમજીભાઈ ઠાકોરે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોત અને ડ્રાઈવરની બેદરકારી અંગેની ફરિયાદ નોંધાવી છે. આ બનાવ 28 ઓક્ટોબર 2026 ના રોજ રાત્રે બન્યો હતો. ફરિયાદી દિલીપજી ઠાકોરના પિતા અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના મેટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે અને દિલીપજીના મામા ભોપાજી માનસંગજી ઠાકોર (રહે. કરબટિયા, તા. વડનગર) છેલ્લા બે વર્ષથી તેમની સાથે જ રહેતા હતા. ગંભીર ઈજા થતા ભોપાજીભાઈનું મોત નિપજ્યું 28 ઓક્ટોબરના રોજ રાત્રે જમી પરવારીને ભોપાજીભાઈ ઘર બહાર આંટો મારવા ગયા હતા. રાત્રે આશરે સાડા નવેક વાગ્યાના સુમારે હાઈવે રોડ પર અકસ્માત થયો હોવાની જાણ થતાં દિલીપજી પોતાની ગાડી લઈને દીતાસણ પાટિયા હાઈવે રોડ પર દોડી ગયા હતા. ત્યાં જઈને જોતા તેમના મામા ભોપાજી માનસંગજી ઠાકોર લોહીલુહાણ હાલતમાં ગંભીર ઈજા પામેલા અને બેભાન અવસ્થામાં રોડ પર પડેલા હતા. આ દરમિયાન ત્યાં હાજર તેમના કાકાના દીકરાઓ ઠાકોર પિંટુજી રામાજી અને ઠાકોર હિતેશજી વિષ્ણુજી દ્વારા તાત્કાલિક ભોપાજીભાઈને ગાડીમાં બેસાડી મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસીને માથા અને કપાળના ભાગે ગંભીર ઈજા થવાથી ભોપાજીભાઈનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. અર્ટિગા કાર ચાલકે જોરદાર ટક્કર મારી હતી અર્ટિગા કાર નંબર (GJ-01-LT-7257) ના ચાલકે અમદાવાદ તરફથી મહેસાણા તરફ પોતાની ગાડી પુરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી લાવી દીતાસણ પાટિયા પાસે રોડ ક્રોસ કરી રહેલા ભોપાજી માનસંગજી ઠાકોરને જોરદાર ટક્કર મારી હતી, જેથી તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક પોતાની ગાડી લઈને નાસી છૂટ્યો હતો. જો કે, ફરિયાદીના કાકાના દીકરા ઠાકોર કાળાજી છગનજીએ કારનો પીછો કરીને મેવડ ટોલનાકા ખાતેથી અર્ટિગા ગાડીને ઝડપી પાડી હતી. આ બનાવ અંગે લાંઘણજ પોલીસે હોસ્પિટલની વર્ધી અને મૃતકના ભત્રીજાની ફરિયાદના આધારે પૂરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી અકસ્માત સર્જી નાસી છૂટનાર અર્ટિગા ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan