environment
ઔડા સમયની મશીનરી બદલાશે:વસ્ત્રાપુર-મેમનગરમાં પૂરતા પ્રેશરથી પાણી આપવા માટે 4.86 કરોડનો ખર્ચ થશે, ભાડજમાં CM વૃક્ષારોપણ કરશે
શહેરના બોડકદેવ વોર્ડમાં વસ્ત્રાપુર, હેલ્મેટ સર્કલ અને મેમનગર જેવા વિસ્તારમાં અપૂરતા પ્રેશરથી પાણી આવતું હોવાની સ્થાનિક રહીશોની ફરિયાદો અને વ્યાપક રજુઆતોને ધ્યાનમાં લઈને એડીબી અને ત્રિલોક વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં નવી ઇલેકટ્રીકલ-મીકેનીકલ મશીનરી નાંખવામાં આવશે અને સિવિલ વર્ક સાથે રૂ.4.86 કરોડની SITCની કામગીરી કરવામાં આવશે. બંન્ને વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં જૂની મશનરી બદલીને નવી નાખવામાં જૂની મશીનરી બાયબેક કરવાને લીધે AMCને 7 50 લાખ ચૂકવવામાં આવશે. વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં ઇલેકટ્રીકલ-મીકેનીકલ મશીનરી જુની થઈ ગઈ વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટી ચેરમેન ધરમશી દેસાઈએ જણાવ્યું હતું કે, બોડકદેવ વોર્ડમાં હયાત ઔડા નિર્મિત બોડકદેવ એડીબી અને બોડકદેવ ત્રિલોક વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં ઇલેકટ્રીકલ-મીકેનીકલ મશીનરી જુની થઈ ગઈ હોવાથી મશીનરી ખવાઈ ગઈ હોવાને કારણે તેમજ ઔડાના સમયમાં નાંખવામાં આવેલી હોવાથી આ મશનરીની કેપેસિટી પણ ઓછી થઈ ગઈ હોવાને કારણે વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાંથી પૂરતા પ્રેશરથી પાણી આપી શકાતું ન હોવાને કારણે બોડકદેવ વોર્ડના કેટલાંક વિસ્તારોમાં ખૂબ જ ઓછા પ્રેશરથી પાણી આવે છે. જેથી ઇલેકટ્રીકલ-મીકેનીકલ મશીનરી બદલવાની જરૂર ઉભી થઈ છે. બંન્ને વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં જૂની મશીનરી બદલીને નવી મશીનરી નાંખવા માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. 'મિશન ફાઇવ મિલિયન ટ્રીઝ'નો લક્ષ્યાંક પણ પૂર્ણ કરાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા, સુશાસન અને સમર્પણના 25 ગૌરવવંતા વર્ષ નિમિત્તે આયોજિત 'સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન' અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હરિયાળા અમદાવાદના નિર્માણના સંકલ્પ સાથે ભાડજ ખાતે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભાડજ ગૌચર પ્લોટ - ભાડજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે. આ સાથે 'મિશન ફાઇવ મિલિયન ટ્રીઝ'નો લક્ષ્યાંક પણ પૂર્ણ કરવામાં આવશે.
Read full article on Divya Bhaskar