Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

બ્રાઉન BMW પર નકલી 'સાયબર ફોરેન્સિક એક્સપર્ટ'નું બોર્ડ લગાવી ફરતો:M.Tech સુરતીએ ભારત સરકારના રાજચિહ્નનું નકલી ID બનાવ્યું, 1.24 કરોડની ઠગાઈથી મુંબઈમાં જલસા કર્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 2, 2026 👁 2 views
બ્રાઉન BMW પર નકલી 'સાયબર ફોરેન્સિક એક્સપર્ટ'નું બોર્ડ લગાવી ફરતો:M.Tech સુરતીએ ભારત સરકારના રાજચિહ્નનું નકલી ID બનાવ્યું, 1.24 કરોડની ઠગાઈથી મુંબઈમાં જલસા કર્યા
સુરતમાં 'ફોરેન્સિક સાયબર ક્રાઈમ સ્પેશિયાલિસ્ટ'નો સ્વાંગ રચી ફરતા ભેજાબાજને સાયબર સેલે મુંબઈથી ઝડપી લીધો છે. 34 વર્ષીય પ્રિયાંક સમીરભાઈ વ્યાસ B.Tech અને M.Tech જેવી ઉચ્ચ ડિગ્રી ધરાવે છે, પરંતુ બેકાર હોવાથી તેણે ગુનાહિત રસ્તો અપનાવ્યો. આ સાયબર માફિયા પોતાની બ્રાઉન BMW કાર પર સરકારી સાયબર ફોરેન્સિક ડિપાર્ટમેન્ટનું બોર્ડ લગાવીને ફરતો હતો. એટલું જ નહીં, તેની પાસે સાયબર ફોરેન્સિક સ્પેશિયાલિસ્ટના નામે એક 'ઇન્ડિયન એવોર્ડ' અને ક્રાઈમમાં ફેક ડૉકટરેટની ડિગ્રી પણ છે. ભારત સરકારના રાજચિહ્ન અને "સઃ" વાળું નકલી ઓળખકાર્ડ બનાવી તેણે સુરતના વેપારી સાથે 1.24 કરોડની ઠગાઈ આચરી છે. વેપારીઓને ફસાવવાની જાળ, સુરતના CAની ભૂમિકા નવેમ્બર, 2025માં સુરતના એક પેટ્રોકેમિકલ વેપારી બેંક લોનના કામકાજ માટે સુરતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રોહન કેલાવાલા પાસે ગયા હતા. આ CAએ વેપારીને ફોરેક્સ ટ્રેડિંગમાં મોટા નફાની લાલચ આપી મુંબઈની હોટેલમાં પ્રિયાંક સાથે મુલાકાત કરાવી હતી. પ્રિયાંકે પોતાને 'Dr. Priyank Samirbhai Vyas-Forensic Cyber Crime Specialist' તરીકે ઓળખાવી, ભારત સરકારના રાજચિહ્ન વાળું નકલી આઈ-કાર્ડ બતાવીને વિશ્વાસ કેળવ્યો હતો. નવેમ્બર, 2025થી ઓક્ટોબર, 2026ના 11 મહિનાના સમયગાળામાં આરોપીઓએ 21 અલગ-અલગ હપ્તામાં વેપારી પાસેથી કુલ 1.29 કરોડ રૂપિયા પડાવ્યા હતા. ડાર્ક વેબ અને ક્રિપ્ટોના નામે છેતરપિંડીનો ખેલ આરોપી પ્રિયાંક એટલો શાતિર હતો કે, તે પોતાના લેપટોપ પર કરોડો રૂપિયાનું ફેક બેલેન્સ બતાવતો હતો. તેણે 15 કરોડનું સર્વર ફંડ, આર્જેન્ટિનાનું 153 કરોડનું ફંડ અને નાસિકના વ્યક્તિના બિટકોઈન રિકવરી જેવાં ટેકનિકલ બહાનાં હેઠળ ભોગ બનનારને ફસાવ્યા હતા. મુંબઈની હોટેલમાં તે લાઈવ ડેમો બતાવીને ડાર્ક વેબ પર રોકાણ કરવાથી કરોડો રૂપિયાનો નફો મળશે તેવી ખાતરી આપતો હતો. વાતચીત માટે તે વિદેશી નંબર (+27) અને BOTIM એપનો ઉપયોગ કરતો હતો. અગાઉ globalswiftpay નામની સાઈટમાં પોતે છેતરાયા બાદ તેને આ નકલી બેલેન્સ બતાવીને લોકોને ઠગવાનો વિચાર આવ્યો હતો. ટેકનિકલ બહાના અને ઉઘરાણીની માસ્ટરમાઇન્ડ રીત ઠગાઈ આચરવા માટે આરોપી એક સેટ ફોર્મ્યુલા વાપરતો હતો. તે પહેલા ટ્રાન્ઝેક્શન સક્સેસનો ફેક સ્ક્રીનશોટ મોકલતો અને બીજી જ ક્ષણે ટ્રાન્ઝેક્શન ફેઈલ થયાનું નાટક કરતો. "UTR પાછળ IP લાગી ગયું", "ઇથેરિયમનું સર્વર ડાઉન છે" અને "વોલેટ ઓડિટમાં એરર છે" તેવા બહાના કાઢીને ગેસ ફી, ટ્રાન્ઝેક્શન ફી અને ઉપાડ ચાર્જના નામે રોકડ, બેંક અને USDT મારફતે રૂપિયા ખંખેરતો હતો. ભોગ બનનારનો વિશ્વાસ ટકાવી રાખવા તેણે વચ્ચે 4.70 લાખ રૂપિયા પરત પણ કર્યા હતા. ઠગાઈના રૂપિયાથી મુંબઈમાં પ્રોપર્ટી અને વૈભવી જીવન ભોગ બનનારાઓ "આ છેલ્લી વખત છે, પછી બધા પૈસા પાછા મળશે" એમ વિચારીને ફી ભરતા રહ્યા અને આરોપી આ રૂપિયાથી મુંબઈમાં વૈભવી જીવન જીવતો રહ્યો. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે, પ્રિયાંકે છેતરપિંડીના રૂપિયાથી મુંબઈમાં 1.50 કરોડની પ્રોપર્ટી ખરીદી હતી, BMW કાર વસાવી હતી અને મુંબઈમાં જ અન્ય એક ફ્લેટ બુક કરાવી 80 લાખ રૂપિયાનું ટોકન પણ ભર્યું હતું. આ ઠગે અન્ય એક સુરતી પાસેથી પણ 7.50 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું ખૂલ્યું છે. એડિશનલ CP ક્રાઇમ કરણરાજ વાઘેલાનો ખુલાસો આ હાઈ-પ્રોફાઈલ કેસની માહિતી આપતા એડિશનલ સીપી (ક્રાઈમ) કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે, આરોપી પ્રિયાંક વ્યાસે એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે અને તેણે B.Tech તેમજ M.Tech કરેલું છે. તેણે અગાઉ દિલ્હીની એક જગ્યાએથી NGOનું રજીસ્ટ્રેશન કરાવીને અશોક સ્તંભ અને 'સત્યમેવ જયતે' વાળું નકલી આઈ-કાર્ડ બનાવ્યું હતું. તે CA જેવા વિશ્વાસપાત્ર વ્યક્તિને વચ્ચે રાખીને લોકોને શિકાર બનાવતો હતો. સાયબર સેલે આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી આરોપી પાસેથી મુંબઈના ફ્લેટ, BMW કાર, લેપટોપ અને બેંક ખાતાંઓ સહિત કુલ 9.65 કરોડથી વધુનો મુદ્દામાલ અને સંપત્તિ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય સૂત્રધાર જેલમાં, સુરતનો ભાગેડુ CA હજુ ફરાર હાલમાં બનાવટી ઓળખ અને ડૉકટરેટની ડિગ્રીનો દાવો કરનાર મુખ્ય સૂત્રધાર પ્રિયાંક વ્યાસ સુરત સાયબર ક્રાઈમ પોલીસની ગિરફ્તમાં છે. જોકે, આ ગુનામાં તેને મદદગારી કરનાર અને અસીલોને લલચાવીને ફસાવનાર સુરતનો 35 વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રોહન કેલાવાલા હાલ પોલીસ ચોપડે ફરાર છે. પોલીસે ભાગેડુ CA ને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને અન્ય ભોગ બનનારાઓની સઘન શોધખોળ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan